25 December, 2025 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીતા આહુજા
ગોવિંદાની પત્ની સુનીતા આહુજા સતત પોતાના ખુલાસાઓને કારણે ચર્ચામાં છે. તેણે પતિના કથિત એક્સ્ટ્રા-મૅરિટલ અફેરથી લઈને ડિવૉર્સની અફવાઓ સુધી ઘણી સ્પષ્ટતા કરી છે. હવે તેણે ફરી એક વાર વાત-વાતમાં કન્ફર્મ કર્યું છે કે તેના પતિ ગોવિંદાનું અફેર ચાલી રહ્યું છે અને તે કોઈને ડેટ કરી રહ્યો છે. જોકે આ સાથે સુનીતાએ સ્પષ્ટતા કરી છે કે આ પ્રકરણમાં કોઈ અન્ય ઍક્ટ્રેસ સંડોવાયેલી નથી અને તે યુવતીને ગોવિંદાથી પ્રેમ નથી પણ તે તેના પૈસાને પ્રેમ કરે છે.
એક ઇન્ટરવ્યુમાં સુનીતાએ ૨૦૨૫ને તેના માટે બહુ ખરાબ વર્ષ ગણાવતાં કહ્યું કે ‘મારા માટે ૨૦૨૫નું વર્ષ બહુ ખરાબ રહ્યું છે કારણ કે મેં ગોવિંદાની કન્ટ્રોવર્સિસ વિશે સાંભળ્યું કે તેનો કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ છે પરંતુ મને ખાતરી છે કે તે કોઈ અભિનેત્રી નથી, કારણ કે અભિનેત્રીઓ આવાં ખરાબ કામ નથી કરતી. તે યુવતી ગોવિંદાને પ્રેમ નથી કરતી, તેને ફક્ત તેના પૈસા જોઈએ છે.’
આ ઇન્ટરવ્યુમાં સુ-નીતાએ ભાવુક અંદાજમાં કહ્યું, ‘મને આશા છે કે ગોવિંદાને સમજાશે કે તેની જિંદગીમાં સૌથી મહત્ત્વની ત્રણ મહિલાઓ છે... તેની મા, તેની પત્ની અને તેની દીકરી. કોઈ પણ પુરુષને પોતાની જિંદગીમાં ચોથી સ્ત્રી રાખવાનો કોઈ હક નથી, ગોવિંદા પણ અપવાદ નથી. ગોવિંદા પોતાના આસપાસના સ્વાર્થી લોકોને છોડીને પોતાના કામ પર ધ્યાન આપે, કારણ કે ઘણા લોકો ફક્ત પૈસાના કારણે તેની આસપાસ છે.’