30 June, 2025 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડાએ પણ શેફાલીના નિધન પર એક પોસ્ટ શૅર કરીને દુ:ખ વ્યક્ત કર્યું
શેફાલી જરીવાલાનું ૪૨ વર્ષની ઉંમરે અચાનક નિધન થઈ ગયું જેનાથી એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં શોકનું વાતાવરણ છે. આ સંજોગોમાં હવે પ્રિયંકા ચોપડાએ પણ શેફાલીના નિધન પર એક પોસ્ટ શૅર કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. પ્રિયંકા અને શેફાલીએ ૨૦૦૪માં રિલીઝ થયેલી ‘મુઝસે શાદી કરોગી’માં સાથે કામ કર્યું હતું.
પ્રિયંકા ચોપડાએ આજે સોશ્યલ મીડિયામાં દિવંગત શેફાલી જરીવાલાની એક તસવીર શૅર કરી અને લખ્યું, ‘ખૂબ જ દુ:ખ થયું. તે ખૂબ નાની હતી. પરાગ અને પરિવાર માટે મારી સંવેદનાઓ.’
આમ પ્રિયંકાએ પરાગ ત્યાગી અને પરિવારને અમેરિકામાં રહીને દુઃખની ઘડીમાં સધિયારો આપ્યો હતો.