25 November, 2026 06:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુરુ નાનક જયંતી પર પરિવાર સાથે ગુરુદ્વારા પહોંચી શિલ્પા શેટ્ટી
ગઈ કાલે ગુરુનાનક જયંતીના પવિત્ર અવસરે શિલ્પા શેટ્ટીએ સાંતાક્રુઝમાં આવેલા ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેની સાથે પતિ રાજ કુન્દ્રા અને બાળકો વિઆન અને સમીશા પણ હતાં. આ સમયે શિલ્પા ગુરુદ્વારામાં પ્રાર્થના કરતી અને આશીર્વાદ મેળવતી જોવા મળી હતી. ગુલાબી રંગના સુંદર પરંપરાગત પોશાકમાં સજ્જ શિલ્પા આ પ્રસંગે સાદગીભર્યા છતાં આકર્ષક અંદાજમાં જોવા મળી હતી. ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે તેના હાથમાં પ્રસાદ હતો અને તેણે આ પ્રસાદ ફોટોગ્રાફર્સને પણ આપ્યો હતો.