27 November, 2025 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટી કુંદરાની પતિ સાથેની ફાઇલ તસવીર
શિલ્પા શેટ્ટી કુંદરાએ પોતાની તસવીરો અને વિડિયોના અનધિકૃત તથા અશ્લીલ ઉપયોગ સામે વાંધો વ્યક્ત કરીને બૉમ્બે હાઈ કોર્ટમાં પર્સનાલિટી રાઇટ્સના રક્ષણ માટે અરજી દાખલ કરી છે.
આ મામલે શિલ્પાની વકીલ સના રઈસ ખાને જણાવ્યું હતું કે ‘ઘણી વેબસાઇટ્સ અને પ્લૅટફૉર્મ્સ શિલ્પાની તસવીરોને મૉર્ફ કરીને અશ્લીલ સામગ્રી બનાવી રહી છે અને એનો વેપારી લાભ માટે ઉપયોગ કરી રહી છે. આનાથી તેની વર્ષોની મહેનતથી બનેલી પ્રતિષ્ઠા અને બ્રૅન્ડ-વૅલ્યુને ગંભીર નુકસાન થઈ રહ્યું છે.’
આ કેસમાં કુલ ૨૭ ઓળખાયેલી વેબસાઇટ્સ અને ૧૦૦થી વધુ અજાણી વ્યક્તિઓ-પ્લૅટફૉર્મ્સનો ઉલ્લેખ કરીને શિલ્પાએ કોર્ટ પાસે આવા દુરુપયોગ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની તથા નુકસાન-ભરપાઈની માગણી કરી છે.