31 October, 2025 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટીનાં મમ્મી સુનંદાની તબિયત ખરાબ થવાથી લીલાવતી હૉસ્પિટલમાં ઍડ્મિટ
શિલ્પા શેટ્ટીનાં મમ્મી સુનંદા શેટ્ટીને બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની તબિયત ખરાબ થવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું, પણ માનવામાં આવે છે કે ૭૮ વર્ષનાં સુનંદા શેટ્ટીને ઉંમરને કારણે સ્વાસ્થ્યને લગતી સમસ્યા સતાવી રહી હતી. ગઈ કાલે શિલ્પા મમ્મીની ખબર કાઢવા હૉસ્પિટલ ગઈ હતી અને એ વખતે તેના ચહેરા પર ચિંતા દેખાતી હતી.