✕

શ્રદ્ધા કપૂર અને શક્તિ કપૂરે મહાલક્ષ્મીનો ફ્લૅટ માસિક અઢી લાખ રૂપિયાના ભાડે આપ્યો

08 October, 2026 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મળેલી માહિતી પ્રમાણે પહેલા વર્ષે ફ્લૅટનું માસિક ભાડું અઢી લાખ રૂપિયા રહેશે

શ્રદ્ધા કપૂર અને શક્તિ કપૂર

શ્રદ્ધા કપૂર અને તેના પિતા શક્તિ કપૂરે મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલો લગભગ ૧૦૫૦ સ્ક્વેર ફીટનો ફ્લૅટ ત્રણ વર્ષ માટે લીઝ પર આપ્યો છે. આ ફ્લૅટનું માસિક ભાડું અઢી લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ લીવ ઍન્ડ લાઇસન્સ કરારની નોંધણી ૨૬ જૂને કરવામાં આવી હતી અને એના માટે ૭.૫ લાખ રૂપિયાની સિક્યૉરિટી ડિપોઝિટ નક્કી કરવામાં આવી છે. આ ફ્લૅટ મહાલક્ષ્મી-ઈસ્ટમાં સાને ગુરુજી માર્ગ પર આવેલા પિરામલ મહાલક્ષ્મી સાઉથ ટાવરમાં છે.

મળેલી માહિતી પ્રમાણે પહેલા વર્ષે ફ્લૅટનું માસિક ભાડું અઢી લાખ રૂપિયા રહેશે. બીજા વર્ષે આ ભાડું વધીને ૨.૬૨ લાખ રૂપિયા અને ત્રીજા વર્ષે ૨.૭૫ લાખ રૂપિયા થશે. ઍગ્રીમેન્ટ અનુસાર ફ્લૅટ સંપૂર્ણપણે ફર્નિશ્ડ છે. 

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news shraddha kapoor shakti kapoor