✕

શ્રદ્ધા કપૂરની ઈઠાને મળ્યું U/A 16+ સર્ટિફિકેટ

29 November, 2026 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લક્ષ્મણ ઉતેકરના ડિરેક્શનમાં બનેલી શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’ને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ U/A 16+’ સર્ટિફિકેટ આપ્યું છે.

ફિલ્મ ‘ઈઠા’

લક્ષ્મણ ઉતેકરના ડિરેક્શનમાં બનેલી શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘ઈઠા’ને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ U/A 16+’ સર્ટિફિકેટ આપ્યું છે. આનો અર્થ એ છે કે ૧૬ વર્ષ અને એનાથી વધુ ઉંમરના દર્શકો આ ફિલ્મ જોઈ શકે છે. જોકે ૧૬ વર્ષથી ઓછી ઉંમરના દર્શકો તેમનાં મમ્મી-પપ્પા સાથે આ ફિલ્મ જોઈ શકશે. CBFCની વેબસાઇટ અનુસાર ‘ઈઠા’નો રનટાઇમ બે કલાક, બાવન મિનિટ અને ૧૪ સેકન્ડ જેટલો હશે. 

‘ઈઠા’ અગાઉ આ વર્ષે ઑગસ્ટમાં રિલીઝ થવાની હતી, પણ ફિલ્મની રિલીઝ પાછળ ઠેલવામાં આવી હતી. હવે આ ફિલ્મ ચોથી ડિસેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. શરૂઆતમાં ‘ઈઠા’ એકલી જ રિલીઝ થવાની હતી, પણ થોડા દિવસ પહેલાં સલમાને જાહેરાત કરી હતી કે તેની ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ પણ ચોથી ડિસેમ્બરે જ રિલીઝ થશે.

shraddha kapoor entertainment news bollywood buzz bollywood news bollywood indian cinema