23 November, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર હાલમાં તેની આગામી ફિલ્મ ‘ઈથા’ના શૂટિંગમાં વ્યસ્ત હતી. આ શૂટિંગ મહારાષ્ટ્રના નાશિક નજીક ઔંધેવાડીમાં ચાલી રહ્યું હતું. ‘ઈથા’ પ્રખ્યાત લાવણી-ડાન્સર અને તમાશા-કલાકાર વિઠાબાઈ ભાઉ માંગ નારાયણગાવકરની બાયોપિક છે. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ગયા અઠવાડિયે લાવણી નૃત્યના દૃશ્યના શૂટિંગ વખતે શ્રદ્ધાના ડાબા પગના અંગૂઠામાં ફ્રૅક્ચર થયા પછી ફિલ્મનું શૂટિંગ બંધ કરવું પડ્યું હતું અને નાશિકનું શેડ્યુલ રદ કરવું પડ્યું હતું.
આ સંજોગોમાં શ્રદ્ધા સમય બગાડવા ન ઇચ્છતી હોવાને કારણે પછી મઢ આઇલૅન્ડના સેટ પર ક્લોઝ-અપ્સ અને ઇમોશનલ દૃશ્યોનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે બે દિવસ પછી શ્રદ્ધાનો દુખાવો વધી જતાં આ શૂટિંગ પણ રોકવું પડ્યું હતું અને હવે બે અઠવાડિયાં પછી જ શૂટિંગ શરૂ કરવામાં આવશે.