04 December, 2025 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શ્રદ્ધા કપૂર અને તેના બૉયફ્રેન્ડ રાહુલ મોદી વચ્ચેની પ્રેમભરી કેમિસ્ટ્રીનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. શ્રદ્ધા અને રાહુલ હાલમાં બૉમ્બે કૉફી ફેસ્ટિવલમાં જોવા મળ્યાં હતાં. અહીં શ્રદ્ધાએ એક સ્ટૉલ પર જપાની વાનગી ‘મોચી’નો સ્વાદ ચાખ્યો હતો. તેને આ ડિશ બહુ પસંદ આવતાં તેણે રાહુલને પણ પોતાના હાથથી ખવડાવી હતી. આ ફેસ્ટિવલમાં બહુ ભીડ હોવા છતાં બન્ને સાથે મળીને આ ખાસ પળને માણતાં જોવા મળ્યાં હતાં. શ્રદ્ધાના ફૅન્સ પણ પોતાની વચ્ચે શ્રદ્ધા અને રાહુલને જોઈને એક્સાઇટેડ થઈ ગયા હતા અને તેઓ જે સ્ટૉલ પર હતા ત્યાં મોટી ભીડ થઈ ગઈ હતી.