27 November, 2026 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયપુરમાં જમાવટ: શ્રદ્ધા કપૂરે ગઈ કાલે તેના હીરો રણદીપ હૂડા સાથે જયપુરમાં ‘ઈઠા’નું પ્રમોશન કર્યું હતું અને શ્રદ્ધા કપૂરે કોલ્હાપુરના શ્રી અંબાબાઈ મંદિરમાં કર્યાં
શ્રદ્ધા કપૂર ચોથી ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી પોતાની આગામી ફિલ્મ ‘ઈઠા’ની રિલીઝ પહેલાં મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને પરંપરાને અપનાવી રહી છે. ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે તાજેતરમાં તેણે કોલ્હાપુરના પ્રસિદ્ધ શ્રી અંબાબાઈ મંદિરે જઈને દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. મંદિરમાં દર્શન કરવા માટે જતી વખતે શ્રદ્ધાએ લાલ રંગની આકર્ષક નવવારી સાડી પહેરી હતી. સાડી પર ચાંદીના જરીકામની બારીક કારીગરી, પરંપરાગત ડિઝાઇન અને ભારે ભરતકામવાળી બૉર્ડર હતી. શ્રદ્ધાએ પોતાના લુકને પરંપરાગત ચોકર નેકલેસ, મૅચિંગ ઇઅર-રિંગ્સ અને નથ પહેરીને મહારાષ્ટ્રીયન સ્ટાઇલથી કમ્પ્લીટ કર્યો હતો.