17 September, 2024 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રદ્ધા કપૂર (સ્ત્રી 2)
બૉક્સ-ઑફિસ પર કોઈ મોટી નવી ફિલ્મ ન હોવાને પગલે `સ્ત્રી 2` ધીમે -ધીમે ૬૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં દાખલ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ પાંચમા અઠવાડિયામાં પણ સારી કમાણી કરી રહી છે. `સ્ત્રી 2`એ પાંચમા વીક-એન્ડમાં ૧ ૬ કરોડ રૂપિયા કમાઈને `ઉરી`નો રેકોર્ડ તોડ્યો છે. `ઉરી`એ પાંચમા વીક-એન્ડમાં ૧૨.૩૭ કરોડ રૂપિયા કમાઈને વિક્રમ સરજ્યો હતો. સ્ત્રી 2`નો કુલ બિઝનેસ હવે ૫૮૦.૧૮ કરોડ રૂપિયા થઈ ગયો છે.