લવ રંજનની ફિલ્મનું શૂટ પૂરું કર્યા પછી શ્રદ્ધા કપૂર શરૂ કરશે `નાગિન`નું શૂટિંંગ

16 May, 2022 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

`નાગિન` માટે તેની પસંદગી કરવામાં આવી છે, શ્રદ્ધા કપૂર લવ રંજનની આગામી ફિલ્મ કૉ-એક્ટર રણબીર કપૂર સાથે શૂટ કર્યા પછી આનું શૂટ શરૂ કરશે.

શ્રદ્ધા કપૂર (ફાઈલ તસવીર)

શ્રદ્ધા કપૂરે લગભગ દોઢ વર્ષ પછી એ જાહેરાત કરી છે કે `નાગિન` માટે તેની પસંદગી કરવામાં આવી છે, શ્રદ્ધા કપૂર લવ રંજનની આગામી ફિલ્મ કૉ-એક્ટર રણબીર કપૂર સાથે શૂટ કર્યા પછી આનું શૂટ શરૂ કરશે.

વિઝ્યુઅલ ઇફેક્ટ મૉડલિંગ પર કામ શરૂ
એક ન્યૂઝ પૉર્ટલના રિપૉર્ટ પ્રમાણે પારંપરિક ભારતીય લોકકથાઓમાંના વિષયને ધ્યાનમાં રાખતા, ફિલ્મમાં વ્યાપક સ્તરે VFX હશે. આવતા મહિને વિઝ્યુઅલ ઇફેક્ટ મૉડલિંગ પર કામ શરૂ થવાની આશા છે.

જ્યારે એક્ટ્રેસે પહેલીવાર આ ફિલ્મમાં પસંદગી થવાની માહિતી આપી તો, શ્રદ્ધાએ કહ્યું હતું કે શ્રીદેવીની `નગીના` અને `નિગાહે`ને જોઈને, તેના વખાણ કરતા, તેને આ પ્રકારની ભૂમિકા ભજવવી ગમશે. રસપ્રદ હતી - એક ઇચ્છાધારી નાગિનની સ્ટોરી. જે પોતાની મરજીથી પોતાનો રૂપ બદલી શકે છે.

`નાગિન` માટે તૈયારી
નિર્દેશક વિશાલ ફુરિયાએ આ પહેલા એક અન્ય સાક્ષાત્કારમાં ખુલાસો કર્યો હતો કે શ્રદ્ધાને આ માન્યકા પસંદ આવી ગઈ છે અને તેને આમાં આવવામાં વાર લાગી નહીં. તેણે એ પણ ખુલાસો કર્યો કે અભિનેત્રીને આ પ્રક્રિયા ખૂબ જ ગમે છે. `નાગિન` માટે વર્કશૉપ કરવાની ઇચ્છા પણ ધરાવે છે. તેમના પ્રમાણે, આ એક અસામાન્ય પાત્ર છે અને આ માટે ખૂબ જ વધારે તૈયારી કરવાની જરૂર હશે.

શ્રદ્ધા પાસે `ચલબાઝ ઇન લંડન` ફિલ્મ
આ દરમિયાન `શ્રદ્ધા પાસે `ચલબાઝ ઇન લંડન` ફિલ્મ પણ છે. રિપૉર્ટ પ્રમાણે, નિર્માતાઓ, જેમણે એપ્રિલ 2021માં ફિલ્મની જાહેરાત કરી હતી, હાલ આ અટકાવી દેવામાં આવી છે અને પછી આ જોવાની યોજના બનાવી રહ્યા છે.

bollywood bollywood gossips bollywood news entertainment news shraddha kapoor