Shraddha Kapoor Work Experience: લે! શ્રદ્ધા કપૂર એટલી ખરાબ હતી..... કે માફી ઈચ્છે છે

02 September, 2025 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Shraddha Kapoor Work Experience: તેના એકાઉન્ટમાં વર્ક એક્સપિરિયન્સ સેક્શનમાં કંઈક એવું બતાવવામાં આવ્યું છે કે લોકો હસવું રોકી શકતા નથી 

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટીવ (Shraddha Kapoor Work Experience) રહેતી હોય છે. વળી, એની લિંક્ડઇન પ્રોફાઈલ પણ એટલી જ ચર્ચાનો વિષય બનતી હોય છે. હજી તો ગયા મહીને જ શ્રદ્ધા કપૂરના એકાઉન્ટને ફ્લેગ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે સારા સમાચાર છે કે તે પાછું એક્ટીવ થઇ ગયું છે. પણ, તેના એકાઉન્ટમાં વર્ક એક્સપિરિયન્સ સેક્શનમાં કંઈક એવું બતાવવામાં આવ્યું છે કે લોકો હસવું રોકી શકતા નથી.

આ સેક્શન જોયા બાદ એવું કહી શકાય કે શ્રદ્ધા કપૂરના લિંક્ડઇન એકાઉન્ટ (Shraddha Kapoor Work Experience)ના રૂપરંગ જ બદલાઈ ગયા છે. હજી તો ગયા મહિને શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને અપીલ કરી હતી કે તેના એકાઉન્ટને નકલી તરીકે ફ્લેગ કરવામાં આવેલ છે. પણ, હવે ફરી તેનું એકાઉન્ટ યુઝર્સ માટે ઓપન થઇ ગયું છે. લોકો સોશિયલ મીડિયામાં તેની પ્રોફાઈલમાંથી એક સ્ક્રીનગ્રેબ શેર કરી રહ્યા છે. અને શ્રદ્ધાના રમૂજી વર્ક એક્સપિરિયન્સ સેક્શન પર ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આવો, જાણીએ કે એવી તો કઈ માહિતી તેમાં મૂકવામાં આવી છે.

જોકે, લિંક્ડઇન પ્લેટફોર્મ પર જોડાયાના અઠવાડિયાની અંદર તો શ્રદ્ધાએ પચાસ હજારથી વધુ ફોલોઅર્સ કરી નાખ્યા છે. વળી તે પ્લેટફોર્મ પર એક્ટીવ પણ રહેતી હોય છે. તેની પોસ્ટમાં જોઈ શકાય છે તે મુજબ તેણે પોતાને ઉદ્યોગસાહસિક (Shraddha Kapoor Work Experience) બતાવી છે. વર્ક-એક્સપિરિયન્સ સેક્શનમાં જોઈ શકાય છે કે તે પલ્મોનાસની કો-ફાઉન્ડર છે, જે ગયા વર્ષે જ તેણે શરુ કરેલ ઓનબોર્ડ રીટેલ લકઝરી આઈટમ્સની બ્રાંડ છે. ત્યારબાદની કોલમમાં બતાવાયું છે કે તે ૨૦૦૯થી સ્વ-રોજગાર ધરાવતી અભિનેત્રી છે, જે પણ આમ તો સાચી માહિતી જ છે. અહીં સુધી તો બધું બરાબર છે પણ હવે પછીની માહિતી હસવું આવી જાય એવી છે. 

શ્રદ્ધા જ્યારે બોસ્ટન યુનિવર્સિટીમાં ભણતી હતી ત્યારે તેણે ત્યાં જે જે પાર્ટ-ટાઇમ જોબ કરી હતી તેની આ માહિતી છે. જેમાં લખાયું છે કે જાન્યુઆરી ૨૦૦૬થી -માર્ચ ૨૦૦૬ સુધી શ્રદ્ધાએ આઈન્સ્ટાઈન બ્રધર્સ બેગલ્સમાં `સેન્ડવિચ મેકર` તરીકે કામ કર્યું હતું. વળી એમાં એમ પણ લખ્યું છે કે તેણે ખરેખર સારા બેગલ્સ, બનાવ્યા હતા. ત્યારપછીની કોલમમાં તેણે ઓક્ટોબર ૨૦૦૫થી -ડિસેમ્બર ૨૦૦૫ સુધી સ્ટારબક્સમાં બરિસ્ટા તરીકે કામ કર્યું હતું તેની છે. પણ, એમાં લખ્યું છે કે તે બોસ્ટનમાં બેરિસ્ટા તરીકે બહુ સારી નહોતી વળી ધીમી પણ હતી. મારે તમામ ગ્રાહકોને શોધીને તેમની માફી માગવી છે."

શ્રદ્ધાની પ્રોફાઈલ (Shraddha Kapoor Work Experience) પરથી શેર કરવામાં આવેલ આ સ્ક્રીનગ્રેબ પર લોકો ભાતભાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, "આને પણ યુએસમાં પાર્ટ ટાઇમ સાઇડ ઇન્કમ માટે કામ કરવું પડેલું?" 

તો, અન્ય યુઝરે મજાક ઉડાવતા કહ્યું કે, "બરિસ્ટાના ગ્રાહકો માટે એ કેટલું મુશ્કેલ રહ્યું હશે!"

shraddha kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news social media social networking site