હવે હું ચિકની ચમેલી જેવાં ગીતો નહીં ગાઉં

05 March, 2026 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રેયા ઘોષાલે સ્પષ્ટતા કરી કે તેને આ ગીત ગાવાનો અફસોસ નથી, પણ હવે તે પસંદગીના મામલે વધારે સચેત બની ગઈ છે

શ્રેયા ઘોષાલ

શ્રેયા ઘોષાલે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે ‘ચિકની ચમેલી’ જેવાં ગીતો ગાયાં છે, પરંતુ તે હવે આ પ્રકારનાં ગીતો ફરી રેકૉર્ડ નહીં કરે. શ્રેયાના આ નિવેદન બાદ તેને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી. જોકે હવે શ્રેયાએ સ્પષ્ટતા કરી છે કે તેને ‘ચિકની ચમેલી’ ગાવાનો કોઈ અફસોસ નથી, પરંતુ હવે તે પસંદગીના મામલે વધારે સચેત બની ગઈ છે.

એક ઇન્ટરવ્યુમાં ‘ચિકની ચમેલી’ વિશે વાત કરતાં શ્રેયાએ કહ્યું હતું કે ‘એ ગીત માત્ર મજા માટે નહોતું, એમાં ખૂબ કલાકારી હતી. એનાં થોડાં સૉફ્ટ વર્ઝન પણ હતાં. ફિલ્મમાં જે વર્ઝન આવ્યું એ મૂળ ડ્રાફ્ટ કરતાં થોડું કન્ટ્રોલ્ડ હતું છતાં એમાં સંકેતો હતા. એ સમયે હું જે ગાઈ રહી હતી એનો અર્થ હંમેશાં પૂરેપૂરો સમજાતો નહોતો. કેટલીક લાઇનોનો અર્થ સમજવા જેટલી પરિપક્વતા ત્યારે મારી પાસે નહોતી. જોકે હવે હું ગીતોની પસંદગી મામલે વધારે અલર્ટ છું, કારણ કે કોઈ ગીત હિટ થાય પછી એને દરેક મંચ પર, ક્યારેક બાળકોની સામે પણ રજૂ કરવું પડે છે. મને લાગે છે કે એ સારું ગીત છે, પરંતુ હવે હું આવાં ગીતો ફરી રેકૉર્ડ નહીં કરું. ક્યારેક બાળકો પણ એના પર ડાન્સ કરતા હોય છે ત્યારે હું આંખો બંધ કરી લઉં છું, પણ હું એને નકારી શકતી નથી. એ મારું ગીત છે અને મેં એને સ્વીકાર્યું છે.’

shreya ghoshal indian music bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news