09 January, 2026 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુક્લા કુમારના નિધનનું ચોક્કસ કારણ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી
બૉલીવુડમાં જ્યુબિલી કુમાર તરીકે જાણીતા દિવંગત સ્ટાર રાજેન્દ્ર કુમારનાં પત્ની અને અભિનેતા કુમાર ગૌરવનાં મમ્મી શુક્લા કુમારનું અવસાન થયું છે. શુક્લા કુમાર હંમેશાં લાઇમલાઇટથી દૂર રહેતાં હતાં. તેમના નિધનથી માત્ર તેમનો પરિવાર જ નહીં, સમગ્ર ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ઊંડા શોકમાં છે. રિપોર્ટ પ્રમાણે પરિવાર તરફથી માહિતી આપવામાં આવી હતી કે શુક્લા કુમારના આત્માની શાંતિ માટે આવતી કાલે પ્રેયર-મીટનું આયોજન કરવામાં આવ્યું છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા ચહેરાઓ આ સભામાં હાજરી આપી તેમને શ્રદ્ધાંજલિ આપશે. શુક્લા કુમારના નિધનનું ચોક્કસ કારણ હજી સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
શુક્લા કુમારનું ફૅમિલી-બૅકગ્રાઉન્ડ પણ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલું છે. ફિલ્મમેકર રમેશ બહલ અને શ્યામ બહલ તેમના સગા ભાઈઓ હતા. આ સંબંધથી તેઓ ફિલ્મમેકર ગોલ્ડી બહલ અને સેલિબ્રિટી રવિ બહલનાં ફોઈ હતાં.