✕

પ્લીઝ... કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની દીકરીની તસવીરો કે વિડિયો શૅર ન કરો

20 November, 2026 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટાર કપલે પોતાની ટીમ મારફત નિવેદન જાહેર કરીને મીડિયાને કરી ખાસ અપીલ.

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની દીકરીની તસવીરો

કિઆરા અડવાણી હાલમાં પોતાની બીજી પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. આ પહેલાં કિઆરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા સરાયાહ નામની દીકરીના પેરન્ટ્સ બની ચૂક્યાં છે. જોકે કપલે અત્યાર સુધી પોતાની દીકરીનો ચહેરો જાહેર કર્યો નથી. જોકે હાલમાં જયપુર ઍરપોર્ટ પર સરાયાહનો એક વિડિયો ઉતારવામાં આવ્યો હતો જેમાં તેનો ચહેરો દેખાતો હતો. આ વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. હવે આ મામલે સિદ્ધાર્થ અને કિઆરાએ મૌન તોડ્યું છે.

આ મામલે કપલે પોતાની ટીમ મારફત સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં તેમણે મીડિયા અને સોશ્યલ મીડિયા પેજને પોતાની દીકરીની તસવીરો અને વિડિયો શૅર નહીં કરવાની અપીલ કરી છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ‘અમારી તમને એક નાનકડી વિનંતી છે. અમે ઇચ્છીએ છીએ કે તમે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીની દીકરીનો વિડિયો તમારા પેજ કે પોર્ટલ પર શૅર ન કરો. જો તમે આવું કરો તો કૃપા કરીને તેના ચહેરાને કોઈ ઇમોજીથી ઢાંકી દો. અમે તમને પરિવારની પ્રાઇવસીનું સન્માન કરવાની અપીલ કરીએ છીએ. તમારી સમજણ અને સહકાર બદલ ખૂબ-ખૂબ આભાર.’

kiara advani sidharth malhotra social media viral post jaipur entertainment news bollywood buzz bollywood controversies bollywood news bollywood gossips bollywood