સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહરની રિલેશનશિપ ડ્રામા

18 March, 2026 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે સિદ્ધાર્થ આ ફિલ્મ સાઇન કરવા માટે તૈયાર હોવાનું કહેવાય છે અને બન્ને વચ્ચેની ચર્ચા અંતિમ તબક્કામાં છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહર

સિદ્ધાર્થ મલ્હોત્રાએ ૨૦૧૨માં કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. હવે તે ફરી કરણ જોહર સાથે ‘રિલેશનશિપ ડ્રામા’ નામના નવા પ્રોજેક્ટમાં કામ શરૂ કરવા જઈ રહ્યો છે. માહિતી મુજબ સિદ્ધાર્થ અને કરણ વચ્ચે આ નવા પ્રોજેક્ટને લઈને ચર્ચા ચાલી રહી છે. કરણે ગયા વર્ષે જ આ ફિલ્મ વિશે સિદ્ધાર્થ સાથે વાતચીત શરૂ કરી હતી. હવે સિદ્ધાર્થ આ ફિલ્મ સાઇન કરવા માટે તૈયાર હોવાનું કહેવાય છે અને બન્ને વચ્ચેની ચર્ચા અંતિમ તબક્કામાં છે.

sidharth malhotra karan johar bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news