✕

‌સિંગર ધ્વનિ ભાનુશાલીએ બૉયફ્રેન્ડ યશ ભાનુશાલી સાથે કરી લીધી સગાઈ

14 November, 2026 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તસવીરો શૅર કરતી વખતે ધ્વનિએ યશને પ્રેમથી ‘જીવનભરની કપકેક’ ગણાવ્યો હતો અને પ્રપોઝલનો સ્વીકાર કર્યો હોવાની જાણકારી આપી હતી. આ જાહેરાત બાદ સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ નવી સફરની શરૂઆત કરી રહેલા કપલને સુખી જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

ધ્વનિ ભાનુશાલી અને યશ ભાનુશાલી

‌સિંગર ધ્વનિ ભાનુશાલીની સગાઈ થઈ ગઈ છે. તેણે પોતાના બૉયફ્રેન્ડ યશ ભાનુશાલીની પ્રપોઝલનો સ્વીકાર કર્યો છે. ગઈ કાલે ધ્વનિએ સોશ્યલ મીડિયા પર આ ખુશખબર જાહેર કરી હતી. આ સાથે તેણે પોતાના મંગેતર સાથેની કેટલીક તસવીરો શૅર કરીને ચાહકોને રોમૅન્ટિક પ્રપોઝલની ઝલક પણ બતાવી હતી.

આ તસવીરો શૅર કરતી વખતે ધ્વનિએ યશને પ્રેમથી ‘જીવનભરની કપકેક’ ગણાવ્યો હતો અને પ્રપોઝલનો સ્વીકાર કર્યો હોવાની જાણકારી આપી હતી. આ જાહેરાત બાદ સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ નવી સફરની શરૂઆત કરી રહેલા કપલને સુખી જીવન માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

ધ્વનિનો ફિયૉન્સે યશ ભાનુશાલી ઉદ્યોગસાહસિક અને ક્રીએટિવ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. તે ઈ-સ્પોર્ટ્‍સ અને ટૅલન્ટ મૅનેજમેન્ટ સંસ્થાનો સ્થાપક છે. આ ઉપરાંત તે ફોટોગ્રાફર પણ છે. ધ્વનિ અને યશ અવારનવાર એકબીજા સાથેની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કરતાં રહે છે.

dhvani bhanushali indian music social media photos videos entertainment news bollywood news bollywood buzz bollywood gossips bollywood