હેપ્પી બર્થડે સોનુ નિગમઃ મેજિકલ વોઇસના માલિક સોનુ નિગમના કયા ગીતો તમને બહુ ગમે છે?

30 July, 2021 11:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સોનુ નિગમની પ્રતિભાને ટી-સિરીઝ દ્વારા ઓળખવામાં આવી હતી અને તેમના દ્વારા ગવાયેલા ગીતોનું આલ્બમ `રફી કી યાદેં` નામથી બહાર પાડવામાં આવ્યું હતું. તેણીએ `જનમ` ફિલ્મથી પ્લેબેક સિંગર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી પરંતુ ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી

સોનુ નિગમઃ તસવીર - મિડ-ડે આર્કાઇવ

30 જુલાઇ 1973 ના રોજ ફરીદાબાદમાં જન્મેલા સોનુ નિગમે સફળતાના આ સ્તર પહોંચવા માટે ભારે સંઘર્ષ કર્યો છે. એવું કહેવામાં આવે છે કે પૂત્રનાં લક્ષણ પારણામાં જ દેખાય છે, કંઈક એવું જ સોનુ નિગમ સાથે હતું. નાનપણથી જ તેનો ઝુકાવ સંગીત તરફ હતો.

તેમને આ કૌશલ્ય તેમના પિતા પાસેથી વારસામાં મળ્યું હતું. માત્ર 4 વર્ષની ઉંમરે, સોનુ નિગમે તેના પિતા અગમ નિગમ સાથે સ્ટેજ શો, પાર્ટીઓ અને ફંક્શનમાં ગાવાનું શરૂ કર્યું. તે સમયે પણ તેનો અવાજ લોકોને ખૂબ ગમ્યો. સુનુ સુપ્રસિદ્ધ ગાયક મોહમ્મદ રફીથી ભારે પ્રભાવિત છે. શરૂઆતના દિવસોમાં, તેઓ સ્ટેજ પર રફી સાહેબના ગીતો ગાતા હતા. આજે સોનુ નિગમની ગણતરી સૌથી મોંઘા ગાયકોમાં થાય છે. તેના જન્મદિવસે તેની સાથે જોડાયેલી ખાસ વાતોને મમળાવીએ.

જ્યારે સોનુ 18-19 વર્ષનો હતો, ત્યારે તેના પિતા તેને મુંબઇ લઈ આવ્યા હતા. તેમણે ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસેથી સંગીતની તાલીમ લીધી હતી. જોકે, તેના માટે બોલિવૂડમાં જગ્યા બનાવવી સરળ નહોતી. સોનુ નિગમની પ્રતિભાને ટી-સિરીઝ દ્વારા ઓળખવામાં આવી હતી અને તેમના દ્વારા ગવાયેલા ગીતોનું આલ્બમ `રફી કી યાદેં` નામથી બહાર પાડવામાં આવ્યું હતું. તેણીએ `જનમ` ફિલ્મથી પ્લેબેક સિંગર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી પરંતુ ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી. આ પછી, તેણે લગભગ 5 વર્ષ સુધી પ્લેબેક સિંગર બનવા માટે સખત સંઘર્ષ કર્યો.

સોનુના જીવનમાં સૌથી મોટો ફેરફાર ત્યારે આવ્યો જ્યારે તેને `સારેગામા` શો હોસ્ટ કરવાની તક મળી. આ શો વર્ષ 1995 માં પ્રસારિત થયો હતો. આ પછી તે ટી-સિરીઝના માલિક ગુલશન કુમારને મળ્યો અને ગુલશન કુમારે સોનુને ફિલ્મ `બેવફા સનમ` માં ગાવાની તક આપી. ફિલ્મમાં તેમના દ્વારા ગાયેલું `અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા` ગીત ભારે હિટ થયું હતું. આ પછી, સોનુની સફળતાની સફર શરૂ થઈ. શાહરૂખ અને આમિર જેવા દિગ્ગજ કલાકારો સાથે સોનુનો અવાજ સારી રીતે બંધ બેસે છે. તેમણે 3 દાયકાની કારકિર્દીમાં લગભગ 320 ફિલ્મો માટે ગીતો ગાયા હતા. તેમને અત્યાર સુધી બે વાર ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સોનુને ફિલ્મ `કલ હો ના હો` ના ટાઇટલ ટ્રેક માટે નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો છે. સોનુ નિગમે હિન્દી સિવાય અંગ્રેજી, કન્નડ, બંગાળી, ઉડિયા, પંજાબી, તમિળ, મૈથિલી, ભોજપુરી, નેપાળી અને મરાઠી ભાષાઓમાં પણ ગીત ગાયાં છે.

તમને સોનુ નિગમના કયા ગીતો પસંદ છે, અહીં તેના કેટલા એવા ગીતો પર નજર કરીએ જે આજે પણ લોકોને પસંદ હશે તે ચોક્કસ.

બોર્ડર ફિલ્મનું આ ગીત લાગણી અને સૈન્યના ત્યાગની ભાવના જગાડે છે.

સરહદ પારના પ્રેમીઓ વચ્ચેનો સંબંધ જાવેદ અખ્તરના શબ્દો અને અનુ મલિકના સંગીત સાથે ઉજાગર કર્યો સોનુના સ્વરે.

જો તમને એમ થતું હોય કે સલમાન ખાનને સોનુનો અવાજ કદાચ ફિટ નથી બેસતો તો પ્લીઝ આ ગીત ચોક્કસ સાંભળો

પ્રેમમાં પડેલા હીરોનું આ ગીત તમને સહેજ ડાન્સ પણ કરાવી દેશે એ ચોક્કસ. અનુ મલિકનું સંગીત, સોનુનો સ્વર અને સાથે કરીના કપૂર તથા તુષાર કપુર.

સાથિયા ફિલ્મમાં રહમાનનું સંગીત, ગુલઝારના શબ્દો અને સોનુનો અવાજ - રોમાન્સ તો આને કહેવાય, ખરુંને..

શાહરૂખ ખાન પર ફિલ્માવાયેલા આ ગીતમાં ફિલોસોફી ગળે ઉતરી જાય છે કારણકે અવાજ સોનુ નિગમનો છે દોસ્તો...

સોનુનો અવાજ લાગણી છે તો ડિઝાયર્સને પણ આગ લગાડે તેવો છે, સાંભળો આ ગીત.

આ ગીત તો પરફેક્ટ ફૂટ ટેપિંગ નહીં પણ બૉડી શેકિંગ નંબર છે.

જાન-એ-મન એક બહુ સરસ મ્યુઝિકલ ફિલ્મ હતી અને તેનું આ ગીત, ઉફ્ફ

સોનુ એક મહાન ગાયક છે પરંતુ તેણે અભિનયમાં પણ હાથ અજમાવ્યો છે. તેમણે `પ્યાર દુશ્મન`, `ઉસ્તાદ ઉસ્તાદી સે`, `બેતાબ`, `હમસે હૈ જમાના` અને `તકદીર` જેવી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું, જ્યારે `જાની દુશ્મન`, `લવ ઇન નેપાળ`, `કાશ આપ હમારે હોતે` જેવી ફિલ્મોમાં તે એક અભિનેતાના રોલમાં દેખાયો. જોકે ચાહકોને તેમનું ગાયન પસંદ છે પણ તેમનો અભિનય પસંદ નથી.

sonu nigam bollywood news entertainment news