02 October, 2026 04:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૈચાન કૌન?
ક્યારેક ઐશ્વર્યા રાય જેવા ચહેરાને કારણે ચર્ચામાં રહેલી ઍક્ટ્રેસ સ્નેહા ઉલ્લાલ હાલમાં બિહાર પહોંચી છે. સ્નેહા ગયા ખાતે પોતાની ફિલ્મ ‘અર્ધનાયક’નું શૂટિંગ કરી રહી છે. શૂટિંગ દરમ્યાન ગામની મહિલાઓ સાથે સ્નેહાનું ખાસ આત્મીય જોડાણ જોવા મળ્યું હતું અને તે તેમની સાથે ખૂબ જ સહજ રીતે ભળી ગઈ હતી, તેમના રંગમાં રંગાયેલી જોવા મળી હતી.
સ્નેહા ઉલ્લાલે બિહારના સ્થાનિક લોકોની પ્રશંસા કરતાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘અહીંના લોકો ખૂબ જ પ્રેમાળ છે અને મને ખૂબ સારું લાગી રહ્યું છે. તેમનો સ્વભાવ ખૂબ જ સરળ અને નરમ છે. હું પહેલાં આ બધું જાણતી નહોતી, પણ હવે તેમની સાથે હળીમળી ગઈ છું અને મને ખબર પડી છે કે અહીંના લોકો કેટલા પ્રેમાળ છે.’