લગ્ન પછી મેં ક્યારેય જમવાનું નથી બનાવ્યું, બહારથી જ ઑર્ડર કરું છું

06 February, 2026 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શોભિતા ધુલિપાલાએ તેની આગામી ફિલ્મના પ્રમોશન દરમ્યાન પર્સનલ લાઇફને લગતો મોટો ખુલાસો કર્યો

શોભિતાએ નાગા ચૈતન્ય સાથે ગયા વર્ષે લગ્ન કર્યા છે

શોભિતા ધુલિપાલાએ તાજેતરમાં પોતાની ફિલ્મ ‘ચીકાટિલો’ના પ્રમોશન દરમ્યાન પોતાની જિંદગી સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ અને રિયલ કિસ્સા શૅર કર્યા છે. શોભિતાએ ખુલાસો કર્યો કે નાગા ચૈતન્ય સાથેનાં લગ્ન પછીથી આજ સુધી તેણે એક પણ વખત ખાવાનું બનાવ્યું નથી અને તેના માટે દરરોજ બહારથી ખાવાનું ઑર્ડર કરવું હવે રોજિંદા રૂટીનનો ભાગ બની ગયું છે. શોભિતાની આ વાત સાંભળીને ફૅન્સને ભારે આશ્ચર્યું થયું હતું.

પોતાના આ અભિગમ પાછળનું કારણ જણાવતાં શોભિતાએ કહ્યું છે, ‘મને અલગ-અલગ પ્રકારના ખોરાકનો સ્વાદ અજમાવવો ખૂબ જ ગમે છે. નવી-નવી રેસ્ટોરાં અને નવી ડિશિઝ ટ્રાય કરવી મને ખૂબ પસંદ છે. ભોજન બનાવવું મારા માટે ક્યારેય પ્રાથમિકતા રહ્યું નથી અને આ જ કારણ છે કે મને ભોજન એક ફૂડ-ઍડ્વેન્ચર લાગે છે. ભોજન માત્ર ભૂખ મટાડવાનું સાધન નથી, નવી અને મજેદાર વસ્તુઓ અજમાવવાનો એક અનુભવ છે.’

sobhita dhulipala naga chaitanya celebrity wedding entertainment news bollywood bollywood news