પોલીસ-સ્ટેશનમાં હાજરી ન આપી કંગનાએ

23 December, 2021 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિખ સમાજના અપમાન બદલ દાખલ કરવામાં આવેલા કેસમાં તેને મુંબઈ પોલીસે બોલાવી હતી

કંગના રનોટ

કંગના રનોટ ગઈ કાલે મુંબઈ પોલીસ સમક્ષ હાજર નહોતી રહી. સિખ સમુદાય માટે બોલેલા શબ્દોની વિરુદ્ધ તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે મુંબઈ પોલીસ સામે હાજર ન રહેવા માટે છુટકારો માગી રહી છે. કોર્ટે આપેલા આદેશ મુજબ તેની ૨૦૨૨ની પચીસ જાન્યુઆરી સુધી ધરપકડ કરવામાં નહીં આવે. સરકારે કૃષિ કાયદાઓ પાછા લીધા ત્યાર બાદ કંગનાએ ખેડૂતોની સરખામણી ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે કરી હતી. આ દિશામાં કંગના વિરુદ્ધ ખાર પોલીસ સ્ટેશનમાં એક એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. કંગનાને નિવેદન નોંધાવવા માટે હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. કંગના હાલમાં ઉત્તર પ્રદેશમાં શૂટિંગ કરી રહી છે. આ જ કારણ છે કે તે મુંબઈ પોલીસ સ્ટેશન સામે હાજર નથી રહી શકી.

entertainment news bollywood bollywood news kangana ranaut