16 September, 2025 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોહા અલી ખાન (ડાબે), શર્મિલા અને ટાઇગર પટૌડીના લગ્નની તસવીર
શર્મિલા ટાગોરની ગણતરી બૉલીવુડની સફળ હિરોઇનમાં થાય છે. હાલમાં શર્મિલાની દીકરી સોહા અલી ખાને ખુલાસો કર્યો કે શર્મિલાએ ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કરવા માટે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો અને તેની મમ્મી હંમેશાં પોતાની શરતે જીવન જીવે છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સોહાએ ખુલાસો કરતી વખતે જણાવ્યું હતું કે ‘મારાં મ્મી-પપ્પા શર્મિલા અને ટાઇગર પટૌડીના લગ્નજીવનમાં કોઈ મોટી સમસ્યા નહોતી. મારી મમ્મીએ જ્યારે મારા પપ્પા સાથે લગ્ન કર્યાં ત્યારે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો અને તેમનું નામ આયેશા રાખવામાં આવ્યું હતું. આ થોડું કન્ફ્યુઝિંગ હોઈ શકે છે, કારણ કે ક્યારેક તેઓ ‘આયેશા’ તરીકે તો ક્યારેક ‘શર્મિલા’ તરીકે સાઇન કરે છે. તેમની સમગ્ર પ્રોફેશનલ કરીઅર દરમ્યાન શર્મિલા ટાગોર રહ્યાં છે. લોકો તેમને એ નામથી જ ઓળખે છે, પણ તેઓ આયેશા પણ છે.’