✕

પૈચાન કૌન-કૌન?

15 November, 2026 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાથે જ પોતાના પરિવારના સુવર્ણ ભૂતકાળની એક સુંદર ઝલક પણ ચાહકો સાથે શૅર કરી છે. આ તસવીરો શૅર કરતાં સોહાએ લખ્યું હતું કે ‘મારાં મમ્મી-પપ્પા બન્યાં એ પહેલાં તેઓ પણ બાળકો હતાં. આજે રાષ્ટ્રીય બાળદિવસના અવસરે હું મારા પરિવારના આલબમમાંથી બે ખાસ ઝલક શૅર કરી.

સોહા અલી ખાને જૂની યાદો તાજી કરી

સોહા અલી ખાને ગઈ કાલે રાષ્ટ્રીય બાળદિવસના ખાસ અવસરે સોશ્યલ મીડિયા પર જૂની યાદો તાજી કરી છે. ગઈ કાલે તેણે પોતાના સ્વર્ગસ્થ પપ્પા મન્સૂર અલી ખાન પટૌડી અને મમ્મી શર્મિલા ટાગોરની અગાઉ ક્યારેય સામે ન આવેલી બ્લૅક ઍન્ડ વાઇટ તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં તેનાં મમ્મી-પપ્પા દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સાથે જોવા મળી રહ્યાં છે. આ ખાસ પોસ્ટ દ્વારા સોહાએ પંડિત નેહરુને ગઈ કાલે તેમની જન્મજયંતી નિમિત્તે યાદ કર્યા છે. સાથે જ પોતાના પરિવારના સુવર્ણ ભૂતકાળની એક સુંદર ઝલક પણ ચાહકો સાથે શૅર કરી છે.
આ તસવીરો શૅર કરતાં સોહાએ લખ્યું હતું કે ‘મારાં મમ્મી-પપ્પા બન્યાં એ પહેલાં તેઓ પણ બાળકો હતાં. આજે રાષ્ટ્રીય બાળદિવસના અવસરે હું મારા પરિવારના આલબમમાંથી બે ખાસ ઝલક શૅર કરી રહી છું. મારી મમ્મી અને મારા પપ્પા. બન્ને એવી વ્યક્તિની સાથે ઊભાં છે જેઓ માનતા હતા કે બાળકો જ દેશનું ભવિષ્ય છે. પંડિત નેહરુની જન્મજયંતી ભારતમાં બાળદિવસ તરીકે ઊજવવામાં આવે છે, કારણ કે તેઓ નહોતા ઇચ્છતા કે આ દિવસ તેમના પોતાના વિશે હોય. તેઓ ઇચ્છતા હતા કે આ દિવસ દેશના ભવિષ્ય તરીકે ઊજવવામાં આવે અને દરેક બાળકને મોટાં સપનાં જોવાની તક મળે. મારાં માતા-પિતાનાં સપનાં મોટાં હતાં. પ્રતિભા, મહેનત, લગન અને તકના સહારે તેમનાં સપનાં સાકાર થયાં. દરેક બાળકને પણ પોતાનાં સપનાંને હકીકતમાં બદલવાની એવી જ તક મળે. સૌને બાળદિવસની હાર્દિક શુભેચ્છાઓ.’

soha ali khan jawaharlal nehru sharmila tagore childrens day photos social media entertainment news bollywood news bollywood gossips bollywood mansoor ali khan pataudi