12 February, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
સોનાક્ષી સિંહાએ પોતાના સોશ્યલ મીડિયામાં તેના ડાર્ક રંગના વાળ સાથેના નવા લુકની તસવીરો શૅર કરી છે અને સાથે જણાવ્યું છે કે તેણે લગભગ પાંચ વર્ષ પછી ફરી આ લુક અપનાવ્યો છે. સોનાક્ષીએ પોતાના નવા લુકની તસવીરો શૅર કરીને લખ્યું છે કે ‘મારા જીવનમાં લગભગ પાંચ વર્ષ પછી ડાર્ક હેરનું કમબૅક થયું છે, વિચારી જુઓ શેના માટે.’
સોનાક્ષીની આ પોસ્ટ પછી ચર્ચા છે કે તેનો આ નવો લુક ‘દહાડ 2’ માટે અપનાવવામાં આવ્યો છે અને એનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.