સોનમનું ડિજિટલ ડેબ્યુ ખતરામાં

26 October, 2021 05:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બ્લાઇન્ડ’ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે કે ઑનલાઇન એનો નિર્ણય આવતા મહિને લેવાશે

સોનમ કપૂર આહુજા

સોનમ કપૂર આહુજાની ‘બ્લાઇન્ડ’ ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે કે નહીં એ વિશે મેકર્સ અવઢવમાં છે. સુજૉય ઘોષની આ ફિલ્મ દ્વારા સોનમ ડિજિટલ ડેબ્યુ કરવાની હતી. જોકે હવે થિયેટર્સની શરૂઆત થઈ ગઈ છે. ઘણી ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને હવે બિગ બજેટ ફિલ્મ ‘સૂર્યવંશી’ રિલીઝ થવાને આરે છે. આ વિશે વાત કરતાં સુજૉય ઘોષે કહ્યું કે તેઓ આવતા મહિને નિર્ણય લેશે કે આ ફિલ્મને ક્યાં રિલીઝ કરવી. થિયેટર્સ શરૂ થઈ ગયાં છે, પરંતુ ‘સરદાર ઉધમ’ અને ‘રશ્મિ રૉકેટ’ને શેડ્યુલ મુજબ ઑનલાઇન જ રિલીઝ કરવામાં આવી હતી. જોકે સુજૉય ઘોષ તેના નિર્ણયને લઈને અવઢવમાં છે. સુજૉયનું માનવું છે કે એકસાથે ઘણી ફિલ્મો રિલીઝ થઈ રહી છે અને દર્શકો પાસે એક અઠવાડિયામાં ૪ ફિલ્મો જોવાના પૈસા નથી. શોમ મખીજા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં સોનમ પોલીસની ભૂમિકા ભજવી રહી છે, જેને જોવામાં તકલીફ પડતી હોય છે. તે તેની સેન્સનો ઉપયોગ કરીને કિલરને શોધી કાઢે છે.

entertainment news bollywood bollywood news sonam kapoor