28 March, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાલી બેન્દ્ર
સોનાલી બેન્દ્રે હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર ફ્રૅક્ચરવાળા હાથ સાથે જોવા મળી હતી. નેવી બ્લુ ટી-શર્ટ અને લાઇટ બ્લુ ડેનિમ જીન્સ પહેરેલી સોનાલીનો હાથ ગ્રે રંગની સ્લિંગના સપોર્ટમાં રાખ્યો હતો. સોનાલીને ઈજા થઈ હોવા છતાં તેણે ખુશ થઈને ફોટોગ્રાફર્સ સાથે વાત કરી હતી અને તસવીરો ક્લિક કરાવી હતી. સોનાલીની આ તસવીરો અને વિડિયો હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યા છે.
આ વાઇરલ વિડિયોમાં ફોટોગ્રાફર જ્યારે સોનાલીને તેની ઈજા વિશે સવાલ કરે છે ત્યારે તે બહુ સહજતાથી કહે છે કે, ‘ટૂટ ગયા હાથ. ગિર ગયી તો ટૂટ ગયા.’
સોનાલીના આ વિડિયો પર તેના અનેક ફૅન્સે તેની ઝડપી રિકવરી થાય એવી લાગણી વ્યક્ત કરતા મેસેજ મૂક્યા છે.