16 January, 2026 03:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનાલી બેન્દ્રેનો દીકરો મોટો થઈ ગયો
૯૦ના દાયકાની લોકપ્રિય ઍક્ટ્રેસ સોનાલી બેન્દ્રે આજે પણ અત્યંત સુંદર દેખાય છે. હાલમાં સોનાલીએ ‘હૅપી પટેલ : ખતરનાક જાસૂસ’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં તેના ૧૯ વર્ષના દીકરા રણવીર બહલ સાથે હાજરી આપી હતી. આ ઇવેન્ટની તસવીરો જોઈને સોનાલીના ફૅન્સ વિશ્વાસ નથી કરી શકતા કે તેનો દીકરો આટલો મોટો થઈ ગયો છે. સોનાલીએ ૨૦૦૨માં ફિલ્મમેકર ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યાં હતાં અને તેને રણવીર બહલ નામનો દીકરો છે.