12 February, 2026 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનમે આ ખાસ પ્રસંગનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે
સોનમ કપૂર હાલમાં તેની બીજી પ્રેગ્નન્સીને કારણે ચર્ચામાં છે. રવિવારે તેની ગોદભરાઈની વિધિ યોજાઈ હતી, જેમાં પરિવારજનો ઉપરાંત બૉલીવુડના અનેક જાણીતા સ્ટાર્સ હાજર રહ્યા હતા. સોનમે આ ખાસ પ્રસંગનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે અને વિધિ વિશે વિગતવાર માહિતી આપી છે. આ વિડિયોમાં પરિવારના સભ્યો પરંપરાગત રીતે સોનમની ગોદ ભરી રહ્યા છે. આ પ્રસંગે સનાતન ધર્મની પરંપરા મુજબ ‘સીમંતોન્નયન’ વિધિ પણ કરવામાં આવી હતી. સોનમે વિડિયોની કૅપ્શનમાં લખ્યું છે, ‘‘સીમંતોન્નયન’ સનાતન ધર્મના ૧૬ પવિત્ર ગર્ભસંસ્કારોમાંથી ત્રીજો સંસ્કાર છે. આ વિધિ માતા અને તેના ગર્ભમાં વિકસતા જીવનનું સન્માન કરે છે.’