Sonam Kapoor Welcomes Second Child: ચાલીસ વર્ષે ઍક્ટ્રેસ સોનમ કપૂર ફરી એકવાર બની માતા- બૅબી બૉયને આપ્યો જન્મ

30 March, 2026 11:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Sonam Kapoor Welcomes Second Child: કેપ્શનમાં તેઓએ લખ્યું હતું કે, "અમને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે અમારે ત્યાં 29 માર્ચ, 2026ના રોજ  બીજા પુત્રનો જન્મ થયો છે. અમારો પરિવાર વધુ મોટો થયો છે.

કપલે સોશિયલ મીડિયા પર શૅર કરેલ પોસ્ટ

બૉલીવુડ ઍક્ટ્રેસ સોનમ કપૂર અને તેનો પતિ આનંદ આહુજા ફરી એકવાર પેરેન્ટ્સ (Sonam Kapoor Welcomes Second Child) બન્યા છે. સોનમ કપૂરે આ વર્ષે નવેમ્બરમાં તેની બીજીવારની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. હવે ગઇકાલે સોનમે એક બાળકને જન્મ આપ્યો છે.કપલે સોશિયલ મીડિયા પર પોતાને ઘરે બૅબી બૉયનો જન્મ થયાના સમાચાર વહેતા મૂક્યા હતા. ગઇકાલે સોનમ અને આનંદે ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી હતી. જેના કેપ્શનમાં તેઓએ લખ્યું હતું કે, "અમને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે અમારે ત્યાં 29 માર્ચ, 2026ના રોજ  બીજા પુત્રનો જન્મ થયો છે. અમારો પરિવાર વધુ મોટો થયો છે. પુત્રના આગમનથી અમારું હૃદય આનંદથી છલકાઈ રહ્યું છે"

સોનમે આનંદ વ્યક્ત કર્યો

`રાંઝણા`ની ઍક્ટ્રેસે (Sonam Kapoor Welcomes Second Child) જણાવ્યું કે તેમનો પુત્ર વાયુ હવે મોટો ભાઈ બનીને અત્યંત ખુશ છે. વાયુ તેના નાના ભાઈનું સ્વાગત કરતાં ખૂબ આનંદ અનુભવી રહ્યો છે. અમે પણ આ અણમોલ ન્યુ લાઇફને ખૂબ જ આશીર્વાદ પાઠવીએ છીએ, કે જેણે અમારા ઘરને આનંદ અને કૃપાથી છલકાવી દીધું છે" તેણે આગળ લખ્યું છે કે, "હવે ચાર લોકોના પરિવાર તરીકે આ નવું અને સુંદર ચેપ્ટર શરૂ કરવા બદલ અમે તેના આભારી છીએ."

અભિનંદનની વર્ષા 

સોનમ અને આનંદે પુત્રજન્મના (Sonam Kapoor Welcomes Second Child) સમાચાર શેર કરતાં જ આ કપલ પર લોકોના અને ફેન્સના અઢળક અભિનંદનના મેસેજિસ આવવા લાગ્યા હતા. સોનમની નજીકની મિત્ર કરીના કપૂરે લખ્યું, "સોના અને આનંદને અભિનંદન". સોનમની બહેન અને વાયુની માસી, રિયા કપૂરે આ પોસ્ટ પર હૃદયસ્પર્શી ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. સોનમના કાકા સંજય કપૂરે પણ રેડ હાર્ટ અને ઈવિલ આઈ ઇમોજી શેર કરીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. દિયા મિર્ઝા અને હુમા કુરેશીએ કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ ઇમોજી શેર કરીને કપલના આ સમાચારને વધાવી લીધા છે.

આ રીતે પ્રેમ પાંગર્યો હતો બંનેનો

કહેવાય છે કે સોનમ (Sonam Kapoor Welcomes Second Child) જ્યારે વર્ષ ૨૦૧૫માં ફિલ્મ `પ્રેમ રતન ધન પાયો`ના પ્રમોશન વખતે આનંદના પરિચયમાં આવી હતી ત્યાંથી તેમની પ્રેમયાત્રા શરૂ થઈ હતી. લગભગ બે અઠવાડિયા સુધી બંનેએ મેસેજિસ પર બહુ વાતો કરી હતી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. અભિનેતા અનિલ કપૂરની મોટી દીકરી સોનમે મે 2018માં મુંબઈમાં એક ભવ્ય લગ્ન સમારોહમાં ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. લગ્નગ્રંથિથી જોડાતા પહેલાં આ કપલ ઘણા વર્ષો સુધી રિલેશનમાં રહ્યા હતા. આ લવબર્ડ્સને ત્યાં ઓગસ્ટ 2022માં પ્રથમ બાળક તરીકે બૅબી બૉયનો જન્મ થયો હતો. હવે બીજા પુત્રનો જન્મ થતાં જ કપલને ઘેર આનંદનો અવસર છે.

sonam kapoor anand ahuja bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news baby social media