11 February, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોંગ `જેવલિસ કા?`
Song Jevlis Ka: સંગીતકાર-ગાયક ધીરુ પોતાનું નવું સ્વતંત્ર મરાઠી સિંગલ સોંગ `જેવલિસ કા` રજૂ કરી રહ્યા છે. આ સાથે જ મરાઠી સંગીતની દુનિયામાં એક નવો અને રોમાંચક અવાજનો આવ્યો છે, એમ કહી શકાય. પોપ એન્થમને માત્ર ધીરુએ કમ્પોઝ કર્યું છે એમ નહીં, પરંતુ પોતાનો અવાજ પણ આપ્યો છે.
આ સોંગમાં પરંપરાગત મરાઠી ભાવ સાથે જ આધુનિકતાનો રંગ પણ જોવા મળે છે. પ્રખ્યાત ફિલ્મોના બેકગ્રાઉન્ડ સ્કોરના સંગીત નિર્માણ પર ધીરુએ કામ કર્યું છે, માટે તે અનુભવ લઈ તેમણે આ ગીતમાં રેટ્રો ફંક, ડાન્સ-પોપ અને હાયપરપૉપનું મિશ્રણ કરીને સરસ કામ કર્યું છે, જે શ્રોતાઓને ઉત્સાહિત કરશે એમાં કોઈ શક નથી.
સોંગ સાંભળવા માટે-
સોંગની શરૂઆત સરળ પરંતુ ખૂબ જ અર્થપૂર્ણ મરાઠી પ્રશ્નથી થાય છેઃ જેવલીસ કા? જેનો અર્થ (Song Jevlis Ka) થાય છે, શું તું જમી કે? આમ જુઓ તો આ માત્ર પ્રશ્ન નથી, પરંતુ તે પાત્ર પ્રત્યે પ્રેમ અને આત્મીયતા દર્શાવે છે. આમ તો રોજિંદો પ્રશ્ન છે. પણ ધીરુએ એને સૂરમાં ફેરવી દીધો છે, જે નવો પણ લાગે છે અને સરળતાથી ગાઈ શકાય છે.
આ સોંગને લઈને ધીરુ પોતાની વાત કરતાં કહે છે કે, "લાંબા સમયથી હું એવું કંઈક બનાવવા માંગતો હતો જે તાજું અને સંવાદલક્ષી હોય. ગીતોમાં આજની ભાષા અને ટ્રેન્ડનું સંતુલન જાળવવું મુશ્કેલ છે, કારણ કે મરાઠી મ્યુઝિકમાં ગીતોનો સમૃદ્ધ વારસો છે. હું તે મૌલિકતાને જાળવી રાખીને નવું આકર્ષણ લાવવા માંગતો હતો”
આજના યુગના મરાઠી મ્યુઝિક (Song Jevlis Ka)ની આ લહેરે પહેલેથી જ પ્રેક્ષકોનો મજબૂત આધાર બનાવ્યો છે, જેનું ઉદાહરણ તામડી ચામડી અને ગુલાબી સાડી જેવા ગીતોની સફળતા છે. સ્વતંત્ર કલાકારો મરાઠી સંગીતને નવા માર્ગો પર લઈ જઈ રહ્યા છે, પરંપરાગત સ્ટ્રક્ચરને ભેદી, અને વૈશ્વિક પ્રભાવોને અપનાવી રહ્યા છે. ધીરુ માને છે કે `જેવલિસ કા` આ પરિવર્તનનો એક ભાગ છે.
આજના શ્રોતાઓ એવી ધૂન તરફ આકર્ષાય છે જે ભાષાને ધ્યાનમાં લીધા વિના ભાવનાત્મક અને સંગીતની મજા હોય. આ પરિવર્તન પંજાબી અને હિન્દી જેવા અન્ય પ્રાદેશિક સંગીત ક્ષેત્રમાં તો આવ્યું જ છે, વળી આ તમામમાં વિશ્વના પ્રભાવોને પણ અપનાવાયા છે, તેઓ કહે છે મરાઠી સંગીત પણ તે જ દિશામાં આગળ વધશે.
ધીરુની સંગીત સફર અદભૂત રહી છે. પોતાના નવા સ્વતંત્ર પોપ સંગીતમાં પ્રવેશ ઉપરાંત, તેમણે ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક, આર્ટિકલ 15 અને ટોઇલેટઃ એક પ્રેમ કથાના બેકગ્રાઉન્ડ સ્કોર જેવી ઘણી વખાણાયેલી ફિલ્મોના સંગીત પ્રોડક્શનને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અને હવે તેઓ તેમના તાજગીભર્યા અને ભવિષ્યવાદી અવાજ સાથે ધીરુ તરીકે મરાઠી પોપ સંગીતના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે તેમને વધાવવા જ રહ્યા.
તેઓ માને છે કે ડિજિટલ પ્લેટફોર્મના વધતા પ્રભાવથી સ્વતંત્ર કલાકારોને પ્રાદેશિક સંગીત (Song Jevlis Ka)ને ફરીથી ઘડવાની, અજમાવવાની સારી તક મળી છે. હવે કલાકારોને પ્રયોગ કરવાની, વિવિધ શૈલીઓનું મિશ્રણ કરવાની અને પોતાની શરતો પર પોતાની કથા કહેવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.
તેઓ આગળ કહે છે કે, "હું આભારી છું કે મને આ યુગમાં સંગીત બનાવવાની તક મળી. આપણે હવે પરંપરાગત બાબતો પર આધાર રાખવો પડતો નથી-સ્ટ્રીમિંગ સેવાઓ, સોશિયલ મીડિયા અને ઇન્ડી વિતરણે કોઈપણ ભાષામાં બનેલા સંગીતને વિશ્વભરના શ્રોતાઓ સુધી પહોંચવાનું શક્ય બનાવ્યું છે.
ધીરુ દ્વારા આ ગીત (Song Jevlis Ka)ને કંપોઝ અને નિર્માણ કરવામાં આવ્યું છે, જે અક્ષયરાજે શિંદેના શબ્દો છે. અને પ્રશાંત નાયરનો પણ એમાં રંગ છે, તો એવું આ સુંદર સોંગ `જેવલિસ કા` 7 ફેબ્રુઆરીના રોજ તમામ મુખ્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર રિલીઝ થયું છે.