11 October, 2026 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ
રણવીર સિંહની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ હવે એના સંગીતને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં છે. આ ફિલ્મનાં ૯ ગીતો અને સાઉન્ડટ્રૅકને ગ્રૅમી અવૉર્ડ્સની ૮ અલગ-અલગ કૅટેગરીમાં વિચારણા માટે મોકલવામાં આવ્યાં છે. આગામી ગ્રૅમી અવૉર્ડ્સ સમારોહ આવતા વર્ષે ૭ ફેબ્રુઆરીએ યોજાવાનો છે. ફિલ્મના પ્રોડક્શન હાઉસે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’નાં ૯ ગીતોને ગ્રૅમી અવૉર્ડ્સની ૮ અલગ-અલગ કૅટેગરીમાં વિચારણા માટે મોકલવામાં આવ્યાં છે.
જોકે આ ગીતોને હાલમાં માત્ર વિચારણા માટે મોકલવામાં આવ્યાં છે. એનો અર્થ એવો નથી કે ફિલ્મ કે એનાં ગીતોને ગ્રૅમી અવૉર્ડ્સમાં નૉમિનેશન મળવાનું નક્કી થઈ ગયું છે. નૉમિનેશન સુધી પહોંચવા માટે આ એન્ટ્રીઓએ ઍકૅડેમીના નિયમો અને જરૂરી શરતો પૂર્ણ કરવી પડશે. ત્યાર બાદ મતદાનની પ્રક્રિયા દ્વારા નક્કી થશે કે કયાં ગીતો નૉમિનેશનની યાદીમાં સ્થાન મેળવી શકે છે.