✕

સોનુ નિગમના ૧૯ વર્ષના દીકરાએ પણ શરૂ કરી સંગીતસફર

10 November, 2026 10:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિવાળીના અવસરે સોનુ નિગમે એક ખાસ પોસ્ટ શૅર કરીને પોતાના ચાહકો સાથે ખુશખબર વહેંચી છે. સોનુએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તેના ૧૯ વર્ષના દીકરા નિવાને પોતાની પહેલી શૉર્ટ ફિલ્મ ‘સ્લાઇડ’ દ્વારા સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો છે.

સોનુ નિગમના ૧૯ વર્ષના દીકરાએ પણ શરૂ કરી સંગીતસફર

દિવાળીના અવસરે સોનુ નિગમે એક ખાસ પોસ્ટ શૅર કરીને પોતાના ચાહકો સાથે ખુશખબર વહેંચી છે. સોનુએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તેના ૧૯ વર્ષના દીકરા નિવાને પોતાની પહેલી શૉર્ટ ફિલ્મ ‘સ્લાઇડ’ દ્વારા સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મમાં નિવાને સંગીત આપ્યું છે જેને લઈને સોનુ ખૂબ જ ખુશ છે. 
સોનુએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘દિવાળીના આ શુભ અને પવિત્ર અવસરે નિવાન સંગીતની દુનિયામાં પોતાની સફરની શરૂઆત કરી રહ્યો છે. તેણે પોતાના દાદા અને પિતાથી અલગ પોતાના માટે એક નવો માર્ગ પસંદ કર્યો છે, જેથી તે પોતાની ક્ષમતાઓની નવી ક્ષિતિજો શોધી શકે. એક ગોળમટોળ બાળકમાંથી ફિટ અને સ્ફૂર્તિલા યુવાન બનવા સુધીની તેની સફર રહી છે. એક સમયે પોતાના જ પિતાની સામે ગાવામાં શરમ અનુભવતો નિવાન આજે પોતાના પ્રતિભાશાળી વોકલ કોચે શીખવેલી ગાયનની કસરતો દરરોજ ૧૬ કલાક સુધી કરી રહ્યો છે એટલું જ નહીં, પૂ બેર જેવા દિગ્ગજ સંગીતકાર સાથે સ્ટુડિયોમાં એક જ ટેકમાં શાનદાર રેકૉર્ડિંગ પણ કરી રહ્યો છે. એક સમયે જેને માત્ર ૩ મિનિટ જૉગિંગ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી તે આજે પોતાની આવડતને વધુ નિખારવા માટે કલાકો સુધી ડાન્સની પ્રૅક્ટિસ કરે છે. નિવાને અમારા સમગ્ર પરિવારને ખૂબ ખુશ અને આભારી બનાવી દીધો છે. આ સફર દરમ્યાન તેને તમારા સૌનો અપાર અને અકલ્પનીય પ્રેમ મળ્યો છે. તે ખરેખર નસીબદાર છે. તેને આશીર્વાદ આપતા રહેજો; જેથી તે પોતાની આગળની સફર ગરિમા, સખત મહેનત, લગન અને નમ્રતા સાથે ચાલુ રાખે. તેના પર તમારો પ્રેમ જાળવી રાખજો. પ્રસ્તુત છે નિવાન નિગમનું ગીત ‘સ્લાઇડ’.’

સોનુ નિગમે ખરીદ્યો ૪૪.૩૦ કરોડ રૂપિયાનો લક્ઝરી ફ્લૅટ
સોનુ નિગમે હાલમાં અંધેરી-વેસ્ટમાં મનીષ મંગલકુમાર દરડા નામની વ્યક્તિ પાસેથી ૪૪.૩૦ કરોડ રૂપિયાનો લક્ઝરી ફ્લૅટ ખરીદ્યો હોવાની માહિતી મળી છે. આ સોદો ૩૦ ઑક્ટોબરે કરવામાં આવ્યો હતો અને એ માટે ૨.૬૫ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી પણ ચૂકવવામાં આવી હતી. આ પ્રૉપર્ટી જુહુ-વર્સોવા લિન્ક રોડ પર આવેલી ‘વર્તમાન’ નામની ઇમારતમાં છે. આ ફ્લૅટનો કુલ કાર્પેટ એરિયા ૩૦૫૫ સ્ક્વૅર ફુટ છે અને એની સાથે ચાર કાર પાર્કિંગની જગ્યા પણ મળશે.

sonu nigam bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news