09 September, 2026 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ નિગમ
સોનુ નિગમ પોતાની મ્યુઝિકલ સફરનાં ૩૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવા માટે ‘ધ રેવલ્યુશન ટૂર 2026’ લઈને નૉર્થ અમેરિકા પહોંચ્યો છે. આ ગ્લોબલ ટૂરની શરૂઆત ૨૧ ઑગસ્ટે અબુ ધાબીથી થઈ હતી અને હવે એનો નૉર્થ અમેરિકન તબક્કો ૨૯ ઑગસ્ટથી અમેરિકા અને કૅનેડામાં શરૂ થઈ ચૂક્યો છે.
‘ધ રેવલ્યુશન ટૂર 2026’ સોનુ નિગમની ગ્લોબલ ટૂરનો એક મોટો પડાવ છે, જેના અંતર્ગત તે નૉર્થ અમેરિકાનાં ૧૨ શહેરોમાં પર્ફોર્મ કરી રહ્યો છે. આ ટૂરની શરૂઆત ૨૯ ઑગસ્ટે સૅન ઓઝેથી થઈ હતી, ત્યાર બાદ ૩૦ ઑગસ્ટે લૉસ એન્જલસમાં કૉન્સર્ટ યોજાઈ હતી. આ ટૂરનું સમાપન ૨૭ સપ્ટેમ્બરે વૉશિંગ્ટન ડીસીમાં થશે.