સોનુ નિગમે કર્જતમાં ૧.૯ હેક્ટરથી વધુ જમીન ૧.૯૫ કરોડ રૂપિયામાં વેચી

14 April, 2026 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રૉપર્ટી-રજિસ્ટ્રેશનના દસ્તાવેજો અનુસાર આ જમીન ચાર અલગ-અલગ ટ્રાન્ઝૅક્શનમાં વિવિધ ખરીદદારોને વેચવામાં આવી છે

સોનુ નિગમ

સોનુ નિગમે મુંબઈ નજીક રાયગડ જિલ્લામાં આવેલા કર્જત વિસ્તારમાં પોતાની જમીનના અનેક પ્લૉટ્સ વેચ્યા છે. રિપોર્ટ મુજબ તેણે કુલ ૧.૯ હેક્ટરથી વધુ જમીન ૧.૯૫ કરોડ રૂપિયામાં વેચી છે. પ્રૉપર્ટી-રજિસ્ટ્રેશનના દસ્તાવેજો અનુસાર આ જમીન ચાર અલગ-અલગ ટ્રાન્ઝૅક્શનમાં વિવિધ ખરીદદારોને વેચવામાં આવી છે. પ્રથમ ટ્રાન્ઝૅક્શન ૦.૪૦૫ હેક્ટર જમીનનું હતું જે ૫૦ લાખ રૂપિયામાં થયું હતું. બીજું ટ્રાન્ઝૅક્શન ૦.૭૧૮ હેક્ટરનું હતું જે ૭૫ લાખ રૂપિયામાં થયું. ત્રીજું ટ્રાન્ઝૅક્શન ૦.૬૦૭ હેક્ટર જમીનના ૫૦ લાખ રૂપિયામાં થયેલા વેચાણનું હતું, જ્યારે ચોથું ટ્રાન્ઝૅક્શન ૦.૨૦૮ હેક્ટરનું ૨૦ લાખમાં થયું. આ તમામ ચાર ટ્રાન્ઝૅક્શન સાતમી એપ્રિલે નોંધાયાં હતાં અને એના માટે કુલ ૧૧.૭૦ લાખ રૂપિયા સ્ટૅમ્પ ડ્યુટી તરીકે ચૂકવવામાં આવ્યા હતા.

sonu nigam karjat property tax real estate entertainment news bollywood bollywood news