11 August, 2026 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ નિગમ
સોનુ નિગમે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો છે જેમાં તે હૉસ્પિટલના સર્જરી ટેબલ પર સૂતેલો છે અને ડૉક્ટર્સ તેની સારવાર કરી રહ્યા છે. આ દરમ્યાન સોનુ ૭૭ વર્ષ જૂનું ગીત ‘સુહાની રાત ઢલ ચૂકી’ ગાતો જોવા મળે છે. આ ગીત ૧૯૪૯માં આવેલી ફિલ્મ ‘દુલારી’નું છે. આ ફિલ્મમાં મધુબાલા લીડ રોલમાં હતી અને મોહમ્મદ રફીએ આ ગીતને પોતાનો અવાજ આપ્યો હતો.
વિડિયો સાથે સોનુએ લખ્યું હતું, ‘મારી સર્જરી દરમ્યાન ડૉક્ટર નિલેશ સતભાઈ અને તેમની ટીમ માટે આપેલો પર્ફોર્મન્સ. દર્દ વચ્ચે ગાવું... સંગીતનો આનંદ.’આ વિડિયો પર ફૅન્સે હાર્ટ ઇમોજી શૅર કરી છે. જોકે આ સાથે જ ફૅન્સે સિંગરની તબિયત વિશે પણ પૂછ્યું અને તે ઝડપથી સાજો થઈ જાય એવી પ્રાર્થના કરી.