20 April, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂરજ બડજાત્યા
‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ને માત્ર બૉક્સ-ઑફિસ પર જ સફળતા નથી મળી, ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના મોટા ડિરેક્ટર્સ તરફથી પણ ભારે પ્રશંસા મળી રહી છે. હવે ‘મૈંને પ્યાર કિયા’ અને ‘હમ આપ કે હૈં કૌન...!’ જેવી ફિલ્મોના ડિરેક્ટર સૂરજ બડજાત્યાએ પણ આદિત્ય ધર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘ધુરંધર : ધ રિવેન્જ’ જોઈને એનાં વખાણ કર્યાં છે. તેમણે આ ફિલ્મની તુલના ‘શોલે’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મ સાથે કરી છે.
સૂરજ બડજાત્યાએ ફિલ્મની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘એક ફિલ્મમેકર તરીકે સારી ફિલ્મને ઓળખવી જોઈએ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ એ ‘શોલે’ પછીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મનાં દરેક પાત્રએ પોતાના રોલને ન્યાય આપ્યો છે અને આ માટે આદિત્ય ધરને સલામ. આ પ્રકારનું કન્ટેન્ટ ખૂબ જ જરૂરી છે, કારણ કે એ નવી પેઢીને એકબીજા પર વિશ્વાસ રાખવાનું, આશા રાખવાનું અને સાથે રહેવાનું શીખવે છે. આજના સમયમાં સમાજમાં વધતા એકલતા અને વિભાજન વચ્ચે આવી ફિલ્મો મહત્ત્વપૂર્ણ સંદેશ આપે છે.’