30 June, 2026 02:58 PM IST | Darban | Gujarati Mid-day Online Correspondent
પૂજ્ય સ્વામી અભેદાનંદજી સાથે ભજનસમ્રાટ અનુપ જલોટા અને પ્લેબેક સિંગર-એક્ટ્રેસ અનુજા સહાય
ચિન્મય મિશન (Chinmaya Mission) દક્ષિણ આફ્રિકાને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોઇ `મેન ટુ હનુમાન` નામે એક અભૂતપૂર્વ આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન ડરબનમાં કરાયું છે. દક્ષિણ આફ્રિકાની ધરતી પર હનુમાન ચાલીસાના પાઠથી ગુંજી ઊઠવાની છે. આગામી 5 જુલાઈ, 2026ના રોજ ડરબનના ચેટ્સવર્થ સ્ટેડિયમમાં દસ હજારથી પણ વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેવાના છે અને હનુમાન ચાલીસાનો સામૂહિક પાઠ કરવાના છે.
સ્ટેડિયમમાં હાજર દસ હજાર કરતાં પણ વધારે ભક્તો સાથે મળીને સામૂહિક રીતે હનુમાન ચાલીસાના ૨૭ પાઠ કરશે. આ રીતે દક્ષિણ આફ્રિકા અને સમગ્ર વિશ્વમાં શાંતિ, સદભાવ, સમૃદ્ધિ અને કલ્યાણ અર્થે ટોટલ 2,70,000 હનુમાન ચાલીસાના પાઠનો એક ભવ્ય મહાકુંભ (Chinmaya Mission) યોજાશે.
આ ભવ્ય આયોજન ચિન્મય મિશન (Chinmaya Mission)ના સ્વામી અભેદાનંદજીના પ્રેરક માર્ગદર્શન હેઠળ થવાનું છે. તેમનો ઉદ્દેશ્ય છે કે એક એવું મંચ તૈયાર કરવું કે જ્યાં વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા હિન્દુ સમુદાયના લોકો ભક્તિની સહિયારી ભાવના સાથે ભેગા થાય. આ આયોજન બાબતે સ્વામી અભેદાનંદજી જણાવે છે કે, "હનુમાનજી સાહસ, નમ્રતા, સેવા અને અનન્ય ભક્તિના પ્રતીક છે. આ સામૂહિક પાઠ દ્વારા અમે લોકોને મતભેદોથી દૂર જઇ એકતાની શક્તિ ઓળખવા પ્રેરિત કરવા માંગીએ છીએ" અનુપ જલોટા કહે છે સ્વામી અભેદાનંદજીને મયો ત્યારે તેમની આધ્યાત્મિક દ્રષ્ટિ અને સમાજ પ્રત્યેના સમર્પણથી હું ખૂબ પ્રભાવિત થયો હતો.
આ આયોજનની વિશિષ્ટતા એ છે કે પદ્મશ્રી ભજનસમ્રાટ અનુપ જલોટા અને જાણીતી પ્લેબેક સિંગર અને એક્ટ્રેસ અનુજા સહાય પણ જોડાશે.
અનુપ જલોટાએ વ્યક્ત કર્યો આનંદ
હનુમાન ચાલીસા સાથે અનુપ જલોટાનો (Chinmaya Mission) સંબંધ તો પહેલેથી જ છે. એટલે જ તેઓ આ કાર્યક્રમ બાબતે કહે છે કે `મેન ટુ હનુમાન` એ માત્ર ધાર્મિક આયોજન નથી પણ સામાજિક એકતાનું પ્રતીક છે. ભજનસંગીત ક્ષેત્રે આગળ વધવા માંગતા યુવાનોને તેઓ કહે છે કે આ લોકોએ સંગીતને માત્ર કરિયર તરીકે નહીં, પરંતુ નમ્રતા, ધૈર્ય અને સતત રિયાઝ સાથે `સાધના` તરીકે અપનાવવાની શીખ આપી છે.
એક્ટ્રેસ અને પ્લેબેક સિંગર અનુજા સહાય શું કહે છે?
અનુજા સહાય જણાવે છે કે હનુમાન ચાલીસા તેની માટે માત્ર એક પ્રાર્થના નથી, પરંતુ મુશ્કેલ સમયમાં સાહસ, ધૈર્ય, માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જા આપનારૂં એક સબળ માધ્યમ રહ્યું છે. માટે જ તે `મેન ટુ હનુમાન` કાર્યક્રમ બાબતે કહે છે કે આ કાર્યક્રમ યુવાનોને પરંપરાગત ભક્તિ સાથે એક જીવંત અને સામૂહિક અનુભવ તરીકે કનેક્ટ કરે છે, જે તેમને પોતાની સંસ્કૃતિ, સેવા અને સંસ્કારના મૂલ્યો સમજવામાં મદદ કરશે.
એક્ટર બ્રિજેન્દ્ર કાલા પણ બનશે કાર્યક્રમનો ભાગ
કોઈ એક પાત્રને પોતાની ઓળખ ન માનનારા એક્ટર બ્રિજેન્દ્ર કાલા આ કાર્યક્રમ (Chinmaya Mission) માટે પોતાનો આનંદ વ્યક્ત કરતાં કહે છે કે હનુમાનજીના જીવનમાંથી તેઓ શીખ્યા છે કે માણસ કે કલાકાર ગમે તેટલો સફળ થાય, પણ તેણે શક્તિ સાથે નમ્રતા, જ્ઞાન સાથે સમર્પણ રાખવું જોઈએ અને હંમેશા ડાઉન ટૂ અર્થ રહેવું જોઈએ. `મેન ટુ હનુમાન` કાર્યક્રમને તેઓ ભક્તિ, સેવા અને એકતાનું અદભુત પ્રતીક માને છે. અનુપ જલોટા અને અનુજા સહાય જેવા કલાકારો સાથે આ દિવ્ય આયોજનનો હિસ્સો બનવું એ તેમના માટે સન્માનની વાત છે.
હનુમાન ચાલીસાના પાઠ ઉપરાંત આખું સ્ટેડિયમ દસ હજાર ભગવા ધ્વજોથી દૈદીપ્યમાન થશે. અહીં 25,000 પરંપરાગત `હનુમાન રોટ`નો ભોગ ધરાવવામાં આવશે, જે દક્ષિણ આફ્રિકાની હિન્દુ પરંપરાનો એક અભિન્ન હિસ્સો છે. આનંદની વાત એ છે કે `ફ્લાવર ઓફ ફ્લોર` નામની સામુદાયિક પહેલ અંતર્ગત ભક્તોએ આ મહાપ્રસાદ તૈયાર કરવા લોટ, માખણ, ઘી અને ખાંડ જેવી સામગ્રીઓ સ્વેચ્છાએ દાનમાં આપી છે.
આ કાર્યક્રમ પૂજ્ય સ્વામી ચિન્મયાનંદ દ્વારા સ્થાપિત ચિન્મય આંદોલનના 75 વર્ષ પૂર્ણ થવાના વૈશ્વિક અમૃત મહોત્સવનો જ એક ભાગ છે.