સુપરસ્ટાર રજનીકાન્ત અને ધનુષના ઘરે અચાનક પોલીસ અને બૉમ્બ સ્કવોડની ટીમ પહોંચી ગઈ

28 October, 2025 08:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ ધમકીભર્યા ઈમેલ પછી, પોલીસ બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે રજનીકાંતના ઘરે પહોંચી અને તેનું નિરીક્ષણ કર્યું. તેવી જ રીતે, ધનુષના ઘરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. બાદમાં જાણવા મળ્યું કે આ એક ભ્રામક મેઈલ હતો અને તેમાં આપવામાં આવેલી ધમકી પણ ખોટી હતી.

રજનીકાન્ત અને ધનુષ

સાઉથ અને બૉલિવૂડ ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા રજનીકાન્ત અને અભિનેતા ધનુષના ઘરે પોલીસ સોમવારે અચાનક જ બૉમ્બ સ્કવૉડ સાથે પહોંચી ગઈ હતી. રજનીકાન્ત અને ધનુષના ઘરે પોલીસના અચાનક આગમનથી ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે કે ખરેખર શું થયું? રજનીકાન્તની સાથે, પોલીસ તેમની પુત્રીના પૂર્વ પતિ અભિનેતા ધનુષના ઘરે પણ પહોંચી ગઈ છે. ચાલો જાણીએ કે આ મામલો શું છે?

સુપરસ્ટાર રજનીકાન્ત અને ધનુષને બૉમ્બની ધમકીઓ મળી હતી. તમિલનાડુના ડીજીપીને ઇમેઇલ દ્વારા સુપરસ્ટાર્સના ઘરને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારબાદ, પોલીસે સુપરસ્ટાર્સની સુરક્ષા વધારી દીધી અને આ મામલાની તપાસ કરી. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ધમકીઓ ખોટી હતી. માહિતી મુજબ, કેટલાક અજાણ્યા લોકોએ ડીજીપીને ઇમેઇલ દ્વારા ધમકી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ધનુષ અને રજનીકાન્તના ઘરમાં બૉમ્બ મૂકવામાં આવ્યા છે. આ ઇમેઇલ પછી, હંગામો મચી ગયો અને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ઇમેઇલ કરનારની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.

રજનીકાન્ત અને ધનુષના ઘરમાં બૉમ્બ?

આ ધમકીભર્યા ઈમેલ પછી, પોલીસ બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે રજનીકાન્તના ઘરે પહોંચી અને તેનું નિરીક્ષણ કર્યું. તેવી જ રીતે, ધનુષના ઘરનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. બાદમાં જાણવા મળ્યું કે આ એક ભ્રામક મેઈલ હતો અને તેમાં આપવામાં આવેલી ધમકી પણ ખોટી હતી.

અગાઉ આ સ્ટાર્સને પણ ધમકીઓ મળી હતી

અગાઉ, 2 ઑક્ટોબરે, એક ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યની ઘણી VIP ઑફિસો અને ઘરોમાં બૉમ્બ મૂકવામાં આવ્યા છે. અભિનેત્રી ત્રિશા કૃષ્ણન અને અન્ય લોકોનું નામ પણ આ યાદીમાં હતું. ત્યારબાદ, 9 ઑક્ટોબરે, પોલીસે અભિનેતા અને નેતા વિજયના ઘરે બૉમ્બ મૂકવાની ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી હતી. જેણે નકલી કૉલ કર્યો હતો.

ઇલૈયારાજાને પણ ધમકીઓ મળી હતી

આટલું જ નહીં, 14 ઑક્ટોબરે, પ્રખ્યાત સંગીતકાર ઇલૈયારાજાના સ્ટુડિયોમાં પણ આવા નકલી મેઈલ મળ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ બૉમ્બની ધમકીનો મેઈલ ખોટો હતો.

બૉમ્બની ધમકીના કેસ વધ્યા

મુંબઈથી દિલ્હી જતી ઇન્ડિગોની એક ફ્લાઈટને પણ બૉમ્બથી ઉડાડવાની ધમકી મળતા હાહાકાર મચ્યો. બૉમ્બની ધમકી મળવાના સમાચારથી પ્રવાસીઓમાં અફરા-તફરીનો માહોલ હતો. સૂત્રોએ જણાવ્યું કે ફ્લાઇટ નંબર 6E 762માં લગભગ 200 લોકો હતા. મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બૉમ્બ હોવાની ધમકી મળી હતી. બૉમ્બ ધમકીના સમાચારથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ફ્લાઈટ માટે સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ધમકી મળ્યા પછી તરત જ, મુંબઈથી દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઇટ નંબર 6E 762, જે આશરે 200 મુસાફરોને લઈને જઈ રહી હતી, તેને દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી.

rajinikanth dhanush bomb threat bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news