✕

ગાંધી જયંતી પર ગાંધી ઍન્ડ માય મધરની ખાસ તસવીરો ફૅન્સ માટે કરવામાં આવી શૅર

04 October, 2026 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નિર્માતાઓએ એની વાર્તા, અન્ય પાત્રો અને રિલીઝની તારીખ ‌‌‌વિશે હાલમાં વધારે માહિતી આપી નથી.

ફિલ્મ ‘ગાંધી ઍન્ડ માય મધર’

મનોજ બાજપેયીને મહાત્મા ગાંધી અને વહીદા રહમાનને તેમનાં માતા પુતળીબાઈના રોલમાં ચમકાવતી આગામી ફિલ્મ ‘ગાંધી ઍન્ડ માય મધર’ના નિર્માતાઓએ ફૅન્સ માટે ફિલ્મની કેટલીક નવી તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં ફિલ્મની વાર્તા કયા સમયગાળાની આસપાસ આધારિત છે એની ઝલક જોવા મળી રહી છે. ફિલ્મનું ડિરેક્શન સુધીર મિશ્રાએ કર્યું છે. ફિલ્મ મહાત્મા ગાંધીના જીવન અને તેમની વિરાસત સાથે જોડાયેલી છે. જોકે એમાં ગાંધીજીને માત્ર ઇતિહાસ અને રાજકારણના દૃષ્ટિકોણથી રજૂ કરવાને બદલે તેમના જીવનનાં વધુ અંગત અને માનવીય પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ફિલ્મમાં મનોજ બાજપેયી અને વહીદા રહમાન સિવાય દિવ્યા દત્તા અને સૌરભ શુક્લા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની સ્ટારકાસ્ટ જાહેર કરવામાં આવી હોવા છતાં નિર્માતાઓએ એની વાર્તા, અન્ય પાત્રો અને રિલીઝની તારીખ ‌‌‌વિશે હાલમાં વધારે માહિતી આપી નથી.

manoj bajpayee mahatma gandhi bollywood buzz bollywood news bollywood entertainment news