02 January, 2026 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સ્પિરિટ’નો ફર્સ્ટ લુક
સુપરડુપર હિટ ‘ઍનિમલ’ પછી ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા હવે પ્રભાસ અને તૃપ્તિ ડિમરી સાથે ‘સ્પિરિટ’ બનાવી રહ્યો છે અને એનો ફર્સ્ટ લુક થર્ટીફર્સ્ટ ડિસેમ્બરની રાત્રે ૧૨ વાગ્યાના ટકોરે જાહેર કરવામાં આવ્યો હતો. આ ફર્સ્ટ લુકમાં લાંબા વાળવાળા પ્રભાસના શરીર પર ઠેર-ઠેર પાટાપિંડી કરેલી છે, તેના હાથમાં દારૂની બૉટલ છે અને તૃપ્તિ લાઇટરથી તેની સિગારેટ પેટાવતી દેખાય છે. આ ફિલ્મમાં વિવેક ઑબેરૉય પણ છે. ‘સ્પિરિટ’ એ જ ફિલ્મ છે જે થોડા વખત પહેલાં દીપિકા પાદુકોણને લીધે ચર્ચામાં હતી. કામના કલાકો વિશેના મતભેદોને કારણે દીપિકાને આ ફિલ્મમાંથી પડતી મૂકવામાં આવી અથવા તો તેણે પોતે ફિલ્મ છોડી એવી ચર્ચા હતી. તેલુગુ ફિલ્મજગતના સંદીપ રેડ્ડી વાંગાએ ‘ઍનિમલ’ પહેલાં શાહિદ કપૂર સાથે હિન્દીમાં ‘કબીર સિંહ’ બનાવી હતી.