midday

સાઉથના સુપરસ્ટાર મુરલી મોહન સાથે દીકરીનાં લગ્ન કરાવવા માગતી હતી શ્રીદેવીની મમ્મી

28 March, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શ્રીદેવી અને કમલ હાસને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને તેમની જોડી ખૂબ જ લોકપ્રિય હતી. જોકે કમલ હાસન અને શ્રીદેવીનાં લગ્ન શક્ય બની શક્યાં નહોતાં.
શ્રીદેવી અને તેમની મમ્મી, મુરલી મોહન

શ્રીદેવી અને તેમની મમ્મી, મુરલી મોહન

શ્રીદેવી અને બોની કપૂરને લગ્ન માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે એક તબક્કે શ્રીદેવીની માતા બોની કપૂરને નહીં, પરંતુ સુપરસ્ટાર કમલ હાસનને જમાઈ બનાવવા ઇચ્છતી હતી અને આ વાતનો ખુલાસો કમલ હાસને શ્રીદેવીના નિધન બાદ આયોજિત મેમોરિયલ ઇવેન્ટમાં કર્યો હતો. શ્રીદેવી અને કમલ હાસને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને તેમની જોડી ખૂબ જ લોકપ્રિય હતી. જોકે કમલ હાસન અને શ્રીદેવીનાં લગ્ન શક્ય બની શક્યાં નહોતાં.

હવે તેલુગુ ઍક્ટર મુરલી મોહને પણ આ વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ૭૦ અને ૮૦ના દાયકાના સાઉથના સુપરસ્ટાર મુરલી મોહનના જણાવ્યા અનુસાર શ્રીદેવીની માતા તેમની સાથે શ્રીદેવીનાં લગ્ન કરાવવા ઇચ્છતી હતી અને તે મુરલી મોહનના ઘરે શ્રીદેવી માટે તેમનો હાથ માગવા ગઈ હતી. એ સમયે શ્રીદેવી ફિલ્મોમાં નવી હતી અને પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહી હતી, જ્યારે મુરલી મોહન મોટા સ્ટાર હતા.

જોકે શ્રીદેવીની માતાને ખબર નહોતી કે મુરલી મોહન પહેલેથી જ પરિણીત છે અને બે બાળકોના પિતા છે. આ હકીકત જાણ્યા બાદ તેમણે મુરલી મોહન અને શ્રીદેવીનાં લગ્નનો વિચાર છોડી દીધો.

અંતે શ્રીદેવીએ મિથુન ચક્રવર્તી સાથેના ગુપ્ત સંબંધ પછી ૧૯૯૬માં બોની કપૂર સાથે લગ્ન કર્યાં અને તેમને બે દીકરીઓ જાહ‌્નવી કપૂર અને ખુશી કપૂર છે.

sridevi boney kapoor kamal haasan bollywood bollywood news bollywood buzz entertainment news