27 November, 2026 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ એસ રાજામૌલી
એસ. એસ. રાજામૌલીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘વારાણસી’ મોટા બજેટની તેલુગુ ઍક્શન અને સાયન્સ ફિક્શન ફિલ્મ છે. રિલીઝ પહેલાંથી જ આ ફિલ્મ સતત ચર્ચામાં છે. ફિલ્મમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપડા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં છે. એસ. એસ. રાજામૌલીની આ ફિલ્મની રિલીઝ માટે અગાઉ આવતા વર્ષની ૭ એપ્રિલ નક્કી કરવામાં આવી હતી. જોકે હવે ફિલ્મની રિલીઝ-ડેટ બદલાઈ શકે છે એવા રિપોર્ટ છે.
મળતી માહિતી પ્રમાણે હવે આ ફિલ્મને આવતા વર્ષના ઑગસ્ટ સુધીમાં રિલીઝ કરવાની ચર્ચા ચાલી રહી છે. ચર્ચા છે કે ફિલ્મની રિલીઝ માટે ૩ તારીખો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ તારીખોમાં ૨૯ જુલાઈ, પાંચ ઑગસ્ટ અને ૧૨ ઑગસ્ટનો સમાવેશ થાય છે. ફિલ્મમેકરો આ ત્રણમાંથી કોઈ એક તારીખે ફિલ્મ રિલીઝ કરવા વિશે ચર્ચા કરી રહ્યા હોવાનું કહેવાય છે. જોકે રિલીઝ-ડેટમાં ફેરફાર વિશે ફિલ્મમેકરો તરફથી હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
હાલમાં ફિલ્મના કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી (CGI) અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ (VFX)નું કામ હજી બાકી છે. રાજામૌલી ફિલ્મનાં દૃશ્યોને ભવ્ય અને શાનદાર બનાવવા માગે છે અને આ મામલે કોઈ ઉતાવળ કરવા ઇચ્છતા નથી એટલે ફિલ્મનું કામ પૂરું કરવા માટે ટીમને થોડો વધુ સમય આપવામાં આવી શકે છે.