09 July, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક્ટર્સ
‘બાહુબલી’ અને ‘RRR’ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મો બનાવનાર એસ. એસ. રાજામૌલીની આગામી ફિલ્મમાં મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડા કામ કરી રહ્યાં છે. માહિતી પ્રમાણે મોટા સ્કેલ પર બની રહેલી આ ઍક્શન-ઍડ્વેન્ચર ફિલ્મમાં આર. માધવનને પણ સાઇન કરી લેવામાં આવ્યો છે અને તે પડદા પર મહેશ બાબુના પિતાની ભૂમિકા ભજવતો જોવા મળશે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે આ રોલ પહેલાં વિક્રમને ઑફર કરવામાં આવ્યો હતો પણ તેણે ના પાડી દેતાં નિર્માતાઓએ આર. માધવનનો સંપર્ક કર્યો અને પછી તેને આ રોલ માટે સાઇન કરી લેવામાં આવ્યો છે. જોકે આ મામલે ઍક્ટરે કે પછી ફિલ્મના નિર્માતાઓએ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. ડિરેક્ટર એસ. એસ. રાજામૌલીએ આ ફિલ્મની તમામ માહિતીને ખૂબ જ ગુપ્ત રાખી છે.