શનાયા કપૂરને ડબલ રોલમાં ચમકાવતી સ્ટુડન્ટ ઑફ ધ યર 3 ફિલ્મ નહીં પણ વેબ-સિરીઝ હશે

09 September, 2026 11:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 3’ હવે ફિલ્મ નહીં પરંતુ વેબ-સિરીઝ તરીકે આવશે. શનાયા કપૂર અભિનિત આ સિરીઝ યુવાનોના દબાણ, પ્રેમ, જટિલ મિત્રતા અને ભાવનાત્મક સંઘર્ષ પર કેન્દ્રિત હશે.

શનાયા કપૂર

કરણ જોહરની લોકપ્રિય ફ્રૅન્ચાઇઝી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ હવે એકદમ નવા અંદાજમાં પરત ફરી રહી છે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 3’માં શનાયા કપૂર જોવા મળશે. જોકે આ વખતે એ ફિલ્મ નહીં પણ 
વેબ-સિરીઝ તરીકે રજૂ થશે. 
અગાઉની બન્ને ફિલ્મોની સરખામણીએ ત્રીજો ભાગ વધુ ડાર્ક અને ઇન્ટેન્સ હશે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ અને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ હળવી અને ગ્લૅમરસ કૅમ્પસ એન્ટરટેઇનર્સ હતી; જ્યારે નવી સિરીઝ યુવાનો દ્વારા અનુભવાતા દબાણ, કૉમ્પ્લેક્સ ફ્રેન્ડશિપ, પ્રેમસંબંધો અને ભાવનાત્મક સંઘર્ષને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી રહી છે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 3’નો માહોલ નેટફ્લિક્સની ભારતીય સિરીઝ ‘ક્લાસ’ અને વૈશ્વિક લોકપ્રિય શો ‘યુફોરિયા’થી પ્રેરિત છે. 
‘સ્ટુડન્ટ ઑફ ધ યર 3’ સિરીઝમાં સંબંધો, ટકરાવ અને પાત્રોની માનસિક સફર અગાઉના ભાગો કરતાં સંપૂર્ણપણે અલગ હશે. નિર્માતાઓને વિશ્વાસ છે કે આ પ્રકારનું કન્ટેન્ટ યુવાનોને આકર્ષી શકશે.

Shanaya Kapoor karan johar student of the year entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood