કિંગની ધમાકેદાર ઍક્શન સીક્વન્સ માટે બોલાવવામાં આવ્યા ૧૦ રશિયન ફાઇટર્સ

22 March, 2026 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ટન્ટ-આર્ટિસ્ટ્સ છેલ્લાં ઘણાં અઠવાડિયાંથી એની તૈયારી કરી રહ્યા છે, જેથી સીન વધુ રિયલ અને અસરકારક લાગે.

શાહરુખ ખાન

આ વર્ષના અંતમાં શાહરુખ ખાન પોતાની ફિલ્મ ‘કિંગ’ સાથે બૉક્સ-ઑફિસ પર મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે. આ ફિલ્મ ૨૪ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનો ફર્સ્ટ લુક અને રિલીઝ-ડેટની અનાઉન્સમેન્ટ પણ સામે આવી ગયાં છે. તાજેતરમાં મુંબઈના એક સ્ટુડિયોમાં સુહાના ખાનની ઍક્શન-સીક્વન્સ પણ શૂટ કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ હવે ફિલ્મ માટે વધુ ભવ્ય ઍક્શન-સીક્વન્સ પ્લાન કરી રહ્યો છે અને એના માટે ૧૦ રશિયન ફાઇટર્સને બોલાવવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ જબરદસ્ત ઍૅક્શન-સીક્વન્સનું શૂટિંગ વિલે પાર્લે સ્થિત ગોલ્ડન ટબૅકો સ્ટુડિયોમાં થવાનું છે અને હાલમાં સેટને એક જૂની અને બંધ પડેલી મિલ જેવો લુક આપવામાં આવ્યો છે. ૨૩ માર્ચથી શરૂ થનારા આ શૂટિંગમાં શાહરુખ સાથે જોરદાર ફાઇટ-સીક્વન્સ શૂટ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ એક અઠવાડિયા સુધી એનું શૂટિંગ ચાલશે. સ્ટન્ટ-આર્ટિસ્ટ્સ છેલ્લાં ઘણાં અઠવાડિયાંથી એની તૈયારી કરી રહ્યા છે, જેથી સીન વધુ રિયલ અને અસરકારક લાગે.

king Shah Rukh Khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news