21 September, 2026 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુનીલ શેટ્ટી અને અહાન શેટ્ટી
સુનીલ શેટ્ટી તેના દીકરા અહાન શેટ્ટી સાથે જાણીતા ગણપતિ પંડાલ ‘ચિંચપોકલીચા ચિંતામણિ’ પહોંચ્યો હતો. શનિવારની તેમની આ મુલાકાતનો આ વિડિયો હવે સોશ્યલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે. મંડળના આયોજકોએ બાપ-દીકરાની આ જોડીને સન્માનિત પણ કરી હતી. બન્નેએ પૂજા-અર્ચના કરી અને ગણપતિબાપ્પાના આશીર્વાદ લીધા હતા. પંડાલ તરફથી શૅર કરવામાં આવેલા એક વિડિયોમાં સુનીલ શેટ્ટીએ દીકરા સાથે બાપ્પાનાં દર્શન કર્યાં અને ત્યાં હાજર ભીડનું નમસ્તે કરીને અભિવાદન કર્યું હતું.