બૉર્ડર 2 દુનિયામાં ૫૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન નહીં કરે ત્યાં સુધી હું...

31 January, 2026 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉર્ડર 2 દુનિયામાં ૫૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન નહીં કરે ત્યાં સુધી હું ફિલ્મ નહીં જોઉં, સુનીલ શેટ્ટીએ દીકરા અહાન શેટ્ટીની લેટેસ્ટ રિલીઝની સફળતા માટે માની છે આવી માનતા

સુનીલ શેટ્ટીએ દીકરા અહાન શેટ્ટીની લેટેસ્ટ રિલીઝની સફળતા માટે માની છે આવી માનતા

સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી ‘બૉર્ડર 2’માં લીડ રોલ કરી રહ્યો છે. આમ છતાં હાલમાં આ ફિલ્મના પ્રીમિયર દરમ્યાન સુનીલ શેટ્ટીએ દીકરાને સપોર્ટ કરવા થિયેટરની અંદર ફિલ્મ જોવા જવાને બદલે બહાર જ રહેવાનું પસંદ કર્યું હતું. જોકે અહાનની મમ્મી માના શેટ્ટી, બહેન અથિયા શેટ્ટી અને બનેવી કે. એલ. રાહુલે આ ફિલ્મ જોઈ હતી.
સુનીલ શેટ્ટીએ પોતાના આ વર્તનનું કારણ જણાવતાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘પ્રીમિયરમાં હું સાડાત્રણ કલાક સુધી થિયેટરની બહાર બેસી રહ્યો, લોકોને મળ્યો અને સૌના અભિપ્રાય સાંભળ્યા. મેં એ દિવસે ફિલ્મ ન જોઈ, કારણ કે મેં એક માનતા માની છે. મેં પહેલા દિવસથી જ કહ્યું હતું કે જ્યાં સુધી ‘બૉર્ડર 2’ દુનિયામાં ૫૦૦ કરોડ રૂપિયાનું કલેક્શન નહીં કરે ત્યાં સુધી હું ફિલ્મ નહીં જોઉં. આ માનતા મેં અહાન માટે રાખી હતી. હજી સુધી મેં ફિલ્મની એક પણ ફ્રેમ નથી જોઈ. મને ખોટો ન સમજશો, આ કોઈ ઘમંડની વાત નથી.’

suniel shetty ahan shetty border bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news