હું મારી દરેક ફ્રી પળ ઇવારા સાથે વિતાવું છું

20 May, 2026 10:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુનીલ શેટ્ટી કહે છે કે દોહિત્રી એકદમ દીકરી અથિયા જેવી છે

સુનીલની દીકરી અથિયાયે ૨૦૨૫માં દીકરી ઇવારાને જન્મ આપ્યો હતો

૬૪ વર્ષની ઉંમરે પણ સુનીલ શેટ્ટી ફિટ અને ઍક્ટિવ છે. આજકાલ પોતાની દીકરી અથિયા શેટ્ટીની દીકરી ઇવારા સાથે જ ફુરસદનો સમય પસાર કરે છે. સુનીલ શેટ્ટી દોહિત્રીને બહુ પ્રેમ કરે છે અને તેણે એના વિશે પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે, ‘મારી નાનકડી દોહિત્રીએ હવે ‘અજ્જા’(નાના) બોલવાનું શરૂ કર્યું છે. તે બિલકુલ અથિયા જેવી છે. ખરેખર તો તે અથિયા 2.0 છે. હું મારી દરેક ફ્રી પળ તેની સાથે વિતાવું છું.’

પોતાના દિવસ વિશે જણાવતાં સુનીલ કહે છે, ‘હું સવારે ૫.૩૦ થી ૭ વાગ્યા સુધી જિમમાં હોઉં છું. ત્યાર બાદ ઝડપથી સ્નાન કરીને મારી ૧૩ મહિનાની દોહિત્રીને મળવા જાઉં છું. મારા જીવનનો આ સૌથી ખુશનુમા અને સંતોષભર્યો સમય છે. જ્યારે કામ માટે બહાર જવું પડે છે ત્યારે જાઉં છું, પરંતુ ફરીથી ઘરે પરત આવીને ઇવારા સાથે સમય વિતાવવાની આતુરતા રહે છે.’

સુનીલની દીકરી અથિયાએ ૨૦૨૩ના જાન્યુઆરીમાં ક્રિકેટર કે. એલ. રાહુલ સાથે લગ્ન કર્યાં હતાં અને બન્ને ૨૦૨૫માં દીકરી ઇવારાના પેરન્ટ્સ બન્યાં હતાં. ખાસ વાત તો એ છે કે સુનીલ અને તેનો જમાઈ કે. એલ. રાહુલ બન્ને પાલી હિલના એક જ બિલ્ડિંગમાં રહે છે.

suniel shetty athiya shetty kl rahul entertainment news bollywood bollywood news