ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની ફિનાલેમાં સુનીલ ગ્રોવરે કાદર ખાનની કરી જબરી મિમિક્રી

13 March, 2026 02:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેટફ્લિક્સ પર આવતા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની સીઝન 4નું ફિનાલે ૧૪ માર્ચે રાતે ૮ વાગ્યે સ્ટ્રીમ થશે. તાજેતરમાં શોનો પ્રોમો રિલીઝ થયો છે જેમાં વરુણ અને તેમના પિતા તથા જાણીતા ફિલ્મમેકર ડેવિડ ધવન ખાસ મહેમાન તરીકે જોવા મળશે.

ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની ફિનાલેમાં સુનીલ ગ્રોવરે કાદર ખાનની કરી જબરી મિમિક્રી

નેટફ્લિક્સ પર આવતા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની સીઝન 4નું ફિનાલે ૧૪ માર્ચે રાતે ૮ વાગ્યે સ્ટ્રીમ થશે. તાજેતરમાં શોનો પ્રોમો રિલીઝ થયો છે જેમાં વરુણ અને તેમના પિતા તથા જાણીતા ફિલ્મમેકર ડેવિડ ધવન ખાસ મહેમાન તરીકે જોવા મળશે. આ પ્રોમોમાં કૉમેડિયન અને ઍક્ટર સુનીલ ગ્રોવરે અભિનેતા કાદર ખાનની શાનદાર મિમિક્રી કરીને સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે. 
પ્રોમોમાં સુનીલ ગ્રોવર એક તબક્કે કાદર ખાનના અંદાજમાં સ્ટેજ પર એન્ટ્રી કરે છે. આ સમયે તેનો અવાજ, બૉડી-લૅન્ગ્વેજ અને એક્સપ્રેશન એટલાં સચોટ હતાં કે ત્યાં હાજર દરેક વ્યક્તિ ચકિત થઈ ગઈ. ડેવિડ ધવન પણ તેનો પર્ફોર્મન્સ જોઈને ભાવુક થઈ ગયા અને કહ્યું, ‘કાદર યાદ આવી ગયો ભાઈ.’

sunil grover kader khan The Great Indian Kapil Show varun dhawan david dhawan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news